ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની આગાહી કરાઇ

GUJARAT

અમદવાદમાં નૈઋત્યનું ચોમાસુ કેરળથી આગળ વધ્યું છે. જેમાં કેરળથી આગળ વધીને ચોમાસું કર્ણાટક પહોચ્યું છે. તેમાં કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ આગામી દિવસોમાં ગોવા-મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થયુ છે.

ગુજરાતમાં 15 જૂન પહેલા ચોમાસુ શરૂ થશે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 15 જૂન પહેલા ચોમાસુ આવે તેવી શક્યતા છે. જેમાં આગામી 24 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટાંની આગાહી છે. જેમાં રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળવાની છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અગાઉ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, આ તરફ કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે.

નૈઋત્યનું ચોમાસુ કેરળથી વધ્યું આગળ
કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે અને નજીકના સમયમાં તે ગુજરાત પહોંચશે, જોકે આ પહેલા હવામાનમાં પલ્ટો આવી રહ્યો છે. 5 દિવસ સુધી ગરમીથી છૂટકારો મળ્યા પછી ફરી બે દિવસથી આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં ગરમીનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે રાજ્યના કેટલાક ભાગોમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે.

Leave a Reply

Your email address will not be published.