ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો વચ્ચે હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટીમ તૈનાત, વધુ 5 મોકલાશે

GUJARAT

ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે. રાજકોટ શહેર-જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્ય ગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટીમ તૈનાત કરવામાં આવી છે, એટલું જ નહીં, NDRFની વધુ 5 ટીમો સૌરાષ્ટ્ર મોકલાશે. રાજકોટ અને જામનગરમાં 5 ટીમ મોકલવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સિવાય જામનગરમાં 2, જૂનાગઢમાં 1 ટીમ તૈનાત રાજકોટ, અમરેલી, બોટાદમાં 1-1 ટીમ અને ગીર સોમનાથ, પોરબંદરમાં 1-1 ટીમ અને ભાવનગરમાં NDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં NDRF અને SDRFની ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *