ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો! સાંજ સુધી ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે

GUJARAT

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યાં એક સંકટ ઓછું હતું તેવામાં હવામાન વિભાગ દ્વારા શાહીન વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે શાહીન વાવાઝોડું પાકિસ્તાનના માકરન તરફ ફંટાશે. પરંતુ હાલ રાજ્યમાં જે રીતની હાલત પ્રવર્તાઈ રહી છે તે જોતા હવામાન વિભાગ કોઈ બાંધછોડ કરવા માંગતું નથી. રાજ્યમાં ભારે વરસાદને જોતા NDRFની 17 અને SDRFની 8 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.

ગુરુવારે સાયકલોન શાહિનને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાતમાં શાહીન સાયકલોનની અસર દક્ષિણ ગુજરાત અને ખંભાત સુધી થઈ શકે છે. હવામાન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે કે ગુલાબ સાઈકલોન શાહિનમાં પરિવર્તિત થઈ શકે છે અને કચ્છના અખાત થઈને પાકિસ્તાનના માકરન સુધી પહોચશે. જેના કારણે કચ્છના દરિયા કિનારે ભારે પવન ફુંકાશે. વાવાઝોડા પહેલા સૌરાષ્ટ્-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 80થી 90 કિ.મી. વચ્ચેની રહેશે. પહેલી ઓક્ટોબરે તેની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે.


કચ્છના અખાતમાં સાંજ સુધી ડિપ શાહિન સાયક્લોન ડિપ્રેશનમાં ફેરવાશે. હાલ આ વાવાઝોડું નલિયાથી 90 કિ.મી. અને દ્વારકાથી 50 કિ.મી. દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે હવામાન વિભાગ પ્રમાણે જામનગર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. આણંદ, ભરૂચ, સુરત, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

‘ શાહીન’ વાવાઝોડું ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનાર લોકો માટે ચિંતાનું કારણ બને તેવી શક્યતા છે. તેના પાછળનું કારણ એ છે કે, ‘શાહીન’ નામનું ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં ઉત્પન્ન થવાનું છે અને તેની મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી, આટલા દિવસ વરસશે અતિભારે વરસાદ, બચાવ માટે 10 ટીમ તૈયાર. |

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સક્રિય થઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યુ છે. ‘શાહીન’ સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ રહેશે નહીં. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરબી સમુદ્રમાં તેની અસર દેખાશે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને 4 દિવસ માટે દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. દરિયાઈ વિસ્તારોમા ભારે વરસાદ બન્યો રહેશે. તેની સાથે જ દરિયો પણ તોફાની રહેવાનો છે. 40ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાઈ શકે છે પરંતુ અમદાવાદમાં કોઈ ખતરો રહેલો નથી. અમદાવાદના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી જોવા મળી છે પરંતુ ઉત્તર અમદાવાદમાં સામાન્ય વરસાદ બન્યો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *