ગાંધીનગર: ગેરેજવાળા યુવકના પ્રેમ પડેલી યુવતી ઘરમાં જ ચોરી કરવા લાગી

GUJARAT

ગાંધીનગરમાં ગેરેજવાળાના પ્રેમમાં પાગલ યુવતી ઘરમાં જ ચોરી કરતી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે પરિવારમાં ટેન્શન ચાલી રહી છે. યુવતીને સમજાવવા માટે પરિવારે મહિલા હેલ્પલાઈનની પણ મદદ લીધી પરંતુ યુવતીએ તેમની વાત પણ અવગણી દીધી અને કહ્યું કે, ભીખ માંગવી પડે તો પણ લગ્ન તો ગેરેજવાળા સાથે કરીશ. આમ પ્રેમમાં અંધ યુવતીની જીદથી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં એક મિડલ ક્લાસ ફેમેલીની સુનિતા (નામ કાલ્પનિક છે)ને માતા-પિતાએ ઘણા લાડકોડથી ઉછેરી હતી. થોડા દિવસો પછી લગ્ન પણ કરવાનું પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેણીએ અચાનક જ ઘટસ્ફોટ કર્યો કે તેને ગેરેજ ચલાવતા યુવક સાથે પ્રેમ સંબંધ છે અને તેની સાથે જ લગ્ન કરશે. આ સાંભળી સુનિતાના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આમ એક તરફ જ્યારે દીકરી લગ્નની ઘડીઓ ગણાઈ રહી હતી તો બીજી બાજુ તેનું પ્રેમપ્રકરણ સામે આવતાં પરિવાર મુંઝવણમાં મુકાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ તેને ઘણી સમજાવી પણ તે ટસની મસ ના થઈ. સુનિતા બદલાઈ જશે તે વિચારીને પરિવાર દ્વારા તેના પર પાબંદીઓ લગાડી દેવામાં આવી હતી. પરંતુ તે દિવસેને દિવસે સ્વછંદી બની ગઈ અને પરિણામે ઘરમાં જ ચોરી કરવા લાગી.

આ પછી તો ઘરમાં અવારનવાર નાની-મોટી ચોરીઓ થતાં પરિવારને પણ શંકા થવા લાગી. આથી પરિવારે ઘરના સભ્યો પર જ વોચ રાખવાનું શરૂ કર્યું. આ દરમિયાન સુનિતા જ ઘરમાં ચોરી કરતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તો સુનિતા બેફામ બની ગઈ અને પરિવારની હાજરીમાં જ પ્રેમી સાથે કલાકો સુધી વાતો કરતી અને પરિવાર કઈ પણ કહે તો સુસાઈડ કરવાની ધમકી આપતી.

આ બધાથી કંટાળીને આખરે પરિવારે પોલીસ પાસે મદદ લેવાનું વિચાર્યું અને મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી. બનાવની જાણ થતાં જ મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક પરિવારની મદદ માટે દોડી આવી હતી અને સુનિતાને સમજાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ તેણીએ પોલીસની પણ વાત ના માની અને કહ્યું કે, ભીખ માગવી પડશે તો પણ લગ્ન તો ગેરેજવાળા સાથે જ કરીશ તેવી જીદ કરવા લાગી. જેથી પરિવારમાં હજી પણ ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.