ગ્લોબલ ગણેશ: અબુધાબીમાં ગુજરાતી પરિવારે ગણેશ ઉત્સવ મનાવ્યો, પ્રતિમા ન મળતા દુબઈથી મંગાવીને…

GUJARAT WORLD

સમયની સાથે ગણેશોત્સવ પણ ગ્લોબલ બન્યો છે. વડોદરાના એનઆરઆઇ પરિવારે અબુધાબીમાં પોતાના ઘરે ગૌરી ગણેશની સ્થાપના કરી હતી. સુરતના કાંઠા વિસ્તારના લોકોએ ગણપતિના દર્શન કર્યા હતા. ગણેશ સ્થાપના માટે ખાસ દુબઇથી પ્રતિમા મંગાવવામાં આવી હતી. ગણપતિ બાપ્પાનંુ મીના પોર્ટમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણેશોત્સવ હવે માત્ર ભારતીય તહેવાર રહ્યો નથી. ગણેશોત્સવ ગ્લોબલ બની ગયો છે. ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ, આફ્રિકા અને ખાડી દેશામાં પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દુબઇ, બહેરીન, અબુધાબી, શારજાહ, કુવૈત વગેરે ખાડી દેશમાં ગુજરાતી અને મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

સુરતના કાંઠા વિસ્તારના લોકો બાપ્પાના દર્શન કરવા માટે જાય છે. વડોદરાના વતની નીરવકુમાર પાઠક પરિવાર સાથે વર્ષોથી અબુધાબીમાં વસવાટ કરે છે. તેઓ છેલ્લાં ચાર વર્ષથી અબુધાબીમાં પોતાના ઘરે એક દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરે છે. કાંઠા વિસ્તારના યુવાનો દર્શન કરવા માટે જાય છે. બાદમાં તેઓ અબુધાબીમાં મીના પોર્ટ પર દરિયામાં વિસર્જન કરવા માટે જાય છે. ગણપતિની પ્રતિમા અબુધાબીમાં મળતી નથી.

તેથી, ખાસ દુબઇથી ગણેશજીની મૂર્તિ પણ મંગાવવામાં આવે છે. નિકુંજ કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે ખાડી દેશમાં તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. તેમની સાથે કોઇ પણ જાતનો ધાર્મિક ભેદભાવ કરવામાં આવતો નથી. મનગમતો ધર્મ પાળવાની છૂટ છે.

દુબઇમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરનું અડધું કામ પૂર્ણ

દુબઇમાં સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે. આ મંદિરનું અડધું કામ પૂર્ણ થઇ ગયું છે. થોડા વર્ષોમાં દુબઇમાં સ્વામિનારાયણ મંદિર બનીને તૈયાર થઇ ગયા બાદ લાખો પર્યટકો ત્યાં દર્શન માટે આવશે. હિન્દુઓની આસ્થાનું નવું કેન્દ્ર બનશે.

Leave a Reply

Your email address will not be published.