ગીત ગાવા માટે મળતા હતા માત્ર 200 રુપિયા, હવે સ્ટેજ શોમાં ધૂમ મચાવે છે રાજલ બારોટ

GUJARAT

વર્સેટાઈલ ગાયક મણિરાજ બારોટને હંમેશા તેમના ફેમસ ગીત ‘સનેડો’ના કારણે યાદ રાખવામાં આવશે. ગુજરાતી કહેવત મોરના ઈંડાને ચીતરવા ન પડેના આધારે હવે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પણ પિતાના પગલે પગલે જ ચાલી રહી છે.

રાજલ બારોટે ગુજરાતી સિંગર્સ અને એક્ટર વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, ગીતા રબારી, કિંજલ દવે, ગમન સંથલ, નિતિન બારોટ અને અન્ય જોડે પણ જોડી જમાવી છે.રાજલ બારોટે પણ સિંગિંગ ક્ષેત્રે કાઠુ કાઢ્યું છે. રાજલ બારોટને તેના સ્ટેજ પર્ફોર્મન્સ તેમજ ‘ઘાયલ બેવફા’ અને ‘આયો કોરોના આયો’ જેવા સુપરહિટ ગીત પણ આપ્યા છે.

13 વર્ષની ઉંમરે જ ગુમાવ્યા પિતા

રાજલ બારોટે જણાવ્યું હતું કે,’જ્યારે હું સાત વર્ષની હતી ત્યારે મારી માતા જશોદાબહેનનું અવસાન થયું હતું. જ્યારે હું 13 વર્ષની થઈ ત્યારે મારા પિતાને ગુમાવ્યા હતાં. મારા પિતાના મોત પછી થોડી નાણાંકિય અછત સર્જાઈ. જેના કારણે મેં ગાવાનું શરુ કર્યું હતું. આ ઉપરાંત હું મારા પિતાની કલાકારીને પણ આગળ ધપાવવા ઈચ્છતી હતી. વર્ષ 2006માં મને ગાવા માટે 200 રુપિયા મળતા હતાં. મારા પિતાના મોત પછી મેં ગાવાનું ચાલુ જ રાખ્યું અને સફળતા મળતી ગઈ.’

ફેન્સે હાર્ડવર્કની કરી કદરઃ રાજલ બારોટ

રાજલ બારોટે ઉમેર્યુ હતું કે,’સંગીત મારુ જીવન છે. જેવી રીતે માછલીને પાણીની જરુરિયાત હોય છે એ જ રીતે મને સંગીત પ્રત્યે પ્રેમ છે. હું આજે જે કંઈપણ છું તે એક અને માત્ર એક સંગીતના કારણે તેમજ મારા ફેન્સના કારણે જ છું. જેમણે મારા હાર્ડવર્કની કદર કરી. હું સંગીતને માતા સરસ્વતીની આરાધના માનું છું. આજે મેં સમાજમાં જે જગ્યા બનાવી છે તે માત્ર અને માત્ર એક સંગીતના કારણે જ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *