ઘઉંની નહીં પરંતુ આ લોટની ખાઓ રોટલી, ચપટીમાં ઘટી જશે તમારું વજન

Uncategorized

જ્યારે ભારતીય રોટલીની વાત આવે છે તો આપણે માત્ર ઘઉંના લોટ કે મેંદા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ ઘણા એવા અનાજ છે જે તમારા માટે એક હેલ્ધી વિકલ્પ હોઇ શકે છે. જો તમે લો-કાર્બ રોટલી પર સ્વિચ કરવા માંગો છો કે માત્ર ઘઉંના લોટની રોટલી ખાઇને કંટાળી ગયા છો તો તમે આ ઉપાય અજમાવી શકો છો. જેનાથી તમારું વજન ઝડપથી ઓછું થશે.

ઓટ્સ રોટી

તમે ઓટ્સનો હલવો, ખીચડી, કુકીસ સહિતની વસ્તુઓ અંગે તમે સાંભળ્યું હશે પરંતુ શુ તમે ક્યારેય ઓટ્સની રોટલી ટ્રાય કરી છે. જો ના તો ઓટ્સની રોટલી એક એવી વસ્તુ છે જેને તમે સહેલાઇથી તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

નારિયેળના લોટની રોટલી

નારિયેળના દૂધના નિષ્કર્ષણથી બનેલા પલ્પથી નિર્મિત નારિયેળના લોટમાં નારિયેળના લોટમાં નારિયેળના દરેક ગુણ સામેલ છે. તેનાથી તમે રોટલી બનાવી શકો છો. નારિયેળના લોટથી રોટલી બનાવતા સમયે કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઇએ. જેમ કે 20 ટકા નારિયેળના લોટનો ઉપયોગ કરવો અને તેને ઘઉંના લોટ સાથે મિક્સ કરો. કારણકે નારિયેળનો લોટ ખૂબ ઘટ્ટ હોય છે અને તે પાકવા પર વધારે ભેજન શોષી લે છે. નારિયેળના લોટમાં કાર્બ્સનું પ્રમાણ ઓછું પરંતુ પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે.

રાગીના લોટની રોટલી

રાગી જેને ફિગર મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સુપર હેલ્ધી અનાજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આશરે 100 ગ્રામ રાગીમાં 5-8 ટકા પ્રોટીન, 2.5-3.5 ટકા મિનરલ, 65-75 ટકા કાર્બોહાઇડ્રેટ, 15-20 ટકા આહાર ફાઇબર, અને 1-2 ટકા અન્ય વસ્તુઓ રહેલી હોય છે. તે સિવાય રાગીમાં અન્ય અનાજની તુલનામાં અન્ય અનાજની તુલનામાં કેલ્શ્યિમનું પ્રમાણ વધારે હોય છે.

જેથી તમારી પાસે હવે રોટલીમાં ઘઉં સિવાય પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અનાજનો વિકલ્પ છે. તો આજથી જ ટ્રાય કરો અને કાર્બ યુકત વગર ડાયેટની મજા લો અને સહેલાઇથી વજન ઓછું કરો.

Leave a Reply

Your email address will not be published.