ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે ક્યાં રાખવી ભગવાન હનુમાનની તસવીર, જાણો

Uncategorized

ધર્મગ્રંથો અનુસાર શ્રીરામ (Bhagwan Shri Ram)ભક્ત હનુમાન (Lord Hanuman)અજય-અમર છે, તેઓ દરેક યુગમાં રહે છે. હનુમાનજીની ભક્તિ કરવાથી તમામ સંકટ ચમત્કારિક રૂપે સમાપ્ત થઇને ભક્તને શાંતિ અને સુખ અર્પિત કરે છે. તેથી જ હનુમાનજીને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં હનુમાનજીની તસવીર કે પ્રતિમા હોય છે, ત્યાં ભૂત-પ્રેત, પિશાચ અને ખરાબ આત્માઓ દૂર રહે છે. લોકોમાં માન્યતા છે કે હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરવાથી ખરાબ કે નકારાત્મક ઊર્જા દૂર રહે છે. હનુમાનજીની આરાધના કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ કેળવાય છે. મંગળવાર હિન્દુ દેવતા માટે છે અને ભગવાન હનુમાનના ઘણા રૂપ છે અને ઘરની અલગ-અલગ દિશાઓમાં તેમના અલગ-અલગ ચિત્ર લગાવવાથી વાસ્તુ દોષ સમાપ્ત થઇ શકે છે.

પંચમુખી (પાંચમુખી) હનુમાન
એવું માનવામાં આવે છે કે પંચમુખી હનુમાનની (Panchmukhi Hanuman)તસવીર રાખવાથી ખરાબ નજર દૂર થાય છે અને એ રીતે પરિવારોને કોઇ સમસ્યા થતી નથી. દેવી લક્ષ્મીની કૃપા પણ થાય છે. ઘરના પ્રવેશ દ્વાર પર પંચમુખી હનુમાનની તસવીર લગાવવી આદર્શ છે.

દક્ષિણ દિશામાં લગાવો હનુમાનજીનો ફોટો
ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીનો ફોટો કે ચિત્ર લગાવવું લાભકારી માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન હનુમાનનો પ્રભાવ દક્ષિણમાં સૌથી મજબૂત હોય છે અને વાસ્તુ શાસ્ત્રની સલાહ છે કે આ દિશામાં દેવતાની તસવીર લગાવવાથી ઘરમાંથી તમામ નકારાત્મક ઊર્જા સમાપ્ત થઇ જાય છે.

ભગવાન રામના ચરણોમાં વિરાજીત હનુમાન
ભગવાન રામ ભગવાન હનુમાન માટે પૂજનીય હતા. પોતાની પાસે અપાર શક્તિઓ હોવા છતા તેમણે ભગવાન રામના ચરણોમાં બેસવાનું સ્વીકાર્યું. એવું માનવામાં આવે છે કે આ ફોટો ઘરના લિવિંગ રૂમમાં લગાવવામાં આવે તો પરિવારના તમામ સદસ્યોની વચ્ચે પ્રેમ જળવાય રહે છે.

સંજીવની પર્વત લઇને ઉડતા હનુમાનજી
ભગવાન રામના નાના ભાઇ લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાનજીએ પોતાના હાથે એક પહાડ ઊંચકી લીધો હતો. પર્વતની સાથે ઉડતા હનુમાનજીનો ફોટો તે ઘરમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે, જ્યાં સદસ્યોમાં આત્મવિશ્વાસ અને સાહસની કમી હોય છે.

Leave a Reply

Your email address will not be published.