ઘરમાં સમૃદ્ધિ લાવવી હોય તો અચૂક અજમાવી લો પૂજાની આ વસ્તુના ખાસ ઉપાયો

DHARMIK

દરેક હિંદુ ધર્મમાં ખાસ કરીને પૂજાનું મહત્વ વધારે જોવા મળે છે. તેમાં પણ પૂજામાં વપરાતું કપૂર મહત્વનો ભાગ બની જાય છે. કપૂરની સુગંધમાં નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક ઉર્જા લાવવાની શક્તિ હોય છે. તે આખા વાતાવરણને શુદ્ધ કરે છે. કપૂરને પૂજાની સાથે મનોકામના પૂરી કરવા માટે પણ જ્યોતિષના ઉપાયો અને ટોટકામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને તેનું સકારાત્મક પરિણામ મળે છે.

કપૂરના સરળ અને અચૂક ઉપાયો

રૂપિયાની તંગી દૂર કરવાના ઉપાયો

આ માટે રોજ રાતે પરિવારના તમામ સભ્યો ભોજન કરી લે તે બાદ કિચન સાફ કરી લેવું. આ સાથે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગને મિક્સ કરીને રાખો અને તેને સળગાવી લો. મહિનામાં તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર સ્પષ્ટ જોવા મળશે.

સુખી વૈવિહાક જીવન જીવવાના ઉપાય

પતિ અને પત્નીની વચ્ચે ચાલી રહેલા ઝઘડા કે અણબનાવને દૂર કરવા માટે બેડરૂમની સફાઈ કર્યા બાદ કપૂર સળગાવો અને તેને દરેક ખૂણામાં ફેરવી લો. આમ કરવાથી ઘરની નેગેટિવિટી ખતમ થશે અને સંબંધો સારા રહેશે.

જીવનસાથી સાથે સંબંધો સારા કરવાના ઉપાયો

જો કોઈ કારણસર પતિ કે પત્નીની વચ્ચેના સંબંધો નબળા પડે છે તો પત્નીએ રાતે તકિયા નીચે કપૂરની ગોટીઓ રાખી લેવી અને સવારે એકલામાં તેને સળગાવી દેવી. સંબંધોને લઈને આવી રહેલી તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે.

ઘરમાં સુખ અને શાંતિ લાવવાના ઉપાયો

રોજ સવાર અને સાંજે ઘીમાં કપૂર ડુબાડીને સવાર અને સાંજના સમયે સળગાવો અને તેને ઘરમાં ફેરવી લો. ઘરમાં સુખ અને શાંતિ ધીરે ધીરે પ્રવેશ કરશે. આ સિવાય ઘરના પૂજા ઘરમાં રોજ કપૂર સળગાવો. તેનાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને ઘરના વાસ્તુદોષ પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *