ઘરમાં અહીં રાખો છો દવાઓ તો બીમારી નહીં છોડે પીછો

GUJARAT

હેલ્થને સૌથી મોટી સંપત્તિ કહેવામાં આવી છે કેમકે દુનિયાના તમામ સુખ હોય પણ વ્યક્તિનું શરીર બીમારીથી પકડાઈ જાય તો તેને માટે કોઈ ચીજ સુખ આપી શકતી નથી. હેલ્થના ખરાબ થવા પાછળ અનેક કારણ હોય છે અને તેમાં એક પ્રમુખ કારણ વાસ્તુ દોષ પણ છે. તેના કારણે દવાઓ લીધા બાદ પણ બીમારી ક્યોર થઈ શકતી નથી. વાસ્તુના અનુસાર ખોટી જગ્યા પર રાખેલી દવાઓ ઘરના લોકોની હેલ્થ માટે મુશ્કેલી લાવે છે.

આ જગ્યાઓ પર ક્યારેય ન રાખો દવાઓ

ઘરના વાયવ્ય કોણ એટલે કે ઉત્તર અને પશ્ચિમના ખૂણાની દિશામાં ક્યારેય દવાઓ ન રાખો. તેનાથી દવાની અસર ધીમી થાય છે. જ્યારે દક્ષિણ પૂર્વ અને દક્ષિણ દિશામાં દવાઓ રાખવાની ભૂલ પણ ન કરો. આવું કરવું તમારા સ્વાસ્થ્યને માટે નુકસાન કરી શકે છે. આ રીતે કિચનમાં ખાસ કરીને પ્લેટફોર્મ પર દવાઓ ન રાખો. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ બીમારીના કારણે દવાઓ પર નિર્ભર રહેવું પડી શકે છે.

જાણો દવાઓ રાખવાની યોગ્ય જગ્યા વિશે

ઘરમાં હંમેશા ઈશાન ખૂણા પર એટલે કે ઉત્તર પૂર્વમાં દવાઓ રાખો. અહીં ફર્સ્ટ એડ કિટ રાખવું સારું રહે છે. તેનાથી વ્યક્તિ હંમેશા ફાયદામાં રહે છે. જો તે બીમાર થાય તો પણ જલ્દી રિકવરી મેળવે છે.

Leave a Reply

Your email address will not be published.