ઘરમાં આ જગ્યાએ લગાવો ભગવાન બજરંગબલીની તસ્વીર, થશે આ ફાયદા

DHARMIK

રામ ભક્ત હનુમાનજીની શરણમાં જે પણ વ્યક્તિ આવે છે તેની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેના પર ભગવાન શ્રીરામ અને ભોલેનાથની પણ કૃપા વરસે છે. એ જ કારણ છે કે, દરેક મંદિર અને ઘરમાં હનુમાન ભગવાનની પ્રતિમા જોવા મળે છે. ઘરમાં સ્થાપિત કરવામાં આવેલી દેવી-દેવતાની પ્રતિમા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે એટલે તેને શાસ્ત્રોમાં તેને સ્થાપિત કરવાને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં દેવી-દેવતાની તસ્વીરો લગાવવાથી ઘરમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે.

હનુમાનજીની પ્રતિમાને લઈને પણ વાસ્તુમાં અમુક નિયમો બનાવવામાં આવ્યાં છે જેમ કે,
શાસ્ત્રો અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને તેના કારણે તેમની તસ્વીર બેડરૂમમાં ન રાખી ઘરના મંદિરમાં અથવા કોઇ અન્ય પવિત્ર સ્થાન પર રાખવી શુભ હોય છે.

વાસ્તુશાત્રિઓ અનુસાર, હનુમાનજીની તસ્વીરને દક્ષિણ દિશામાં જોઇને રાખવી જોઇએ. કેમ કે, હનુમાનજીએ પોતાનું સૌથી વધારે પ્રભાવ આ દિશામાં જ બતાવ્યું છે. જેમ કે, લંકા દક્ષિણ દિશામાં છે, સીતા માતાની તપાસ દક્ષિણ દિશાથી શરૂ થઈ હતી, લંકા દહન અને રામ-રાવણનો યુદ્ધ પણ આ દિશામાં જ થયો હતો.

તે જ રીતે ઉત્તર દિશામાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી દક્ષિણ દિશાથી આવતી તમામ નકારાત્મક શક્તિઓને તેઓ અટકાવી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

જે રૂપમાં હનુમાનજી પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હોય તેવી તસ્વીર લગાવવાથી ઘરમાં કોઇપણ ખરાબ શક્તિનો પ્રવેશ અસંભવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *