ગરોળી શરીરના ક્યાં અંગ પર પડે તો થાય લાભ, જાણો અહિં

DHARMIK

ગરોળીએ આપણી આસપાસના અનેક જીવો પેકી એક એવો જીવ છે કે જેની ઘણાંને બીક લાગે છે. તેનાથી દૂર ભાગે છે. જેવી ઘરમાં દેખાય કે તેને દૂર બહાર ભગાડી દેવામાં આવે છે. તો ઘણાં લોકો એવા પણ હોય છે કે ઘરમાં મોટી મોટી ગરોળી હોય તોય તેમના પેટનું પાણી હલતું નથી. પરંતુ આ ગરોળી જો અચાનક તમારા પર પડે તો તે કેટલાંક શુકન અપશુકન તરફ સંકેત કરે છે. પક્ષીશુકનશાસ્ત્ર પ્રમાણે શરીરનાં જે તે અંગો પર ગરોળી પડે તો થાય છે શુકન – અપશુકન.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુરુષના જમણા અને સ્ત્રીના ડાબા અંગ પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે.

1. જો ગરોળી માથા પર પડે તો સંપત્તિ મળવાની શક્યતા વધી જાય છે.
2. જમણા કાન પર ગરોળી પડે તો નવાં કપડાં અને ઘરેણાં મળી શકે છે.
3. ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

4. નાક પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારો ભાગ્યોદય ઝડપથી થશે.
5. ડાબા ગાલ પર ગરોળી પડે તો નજીકના ભવિષ્યમાં જ જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
6. જમણા ગાલ પર ગરોળી પડે તો તે વ્યક્તિ રોગમુક્ત થશે અને તેનું આયુષ્ય પણ વધશે.
7. ગરદન પર ગરોળી પડે તો તે વ્યક્તિને યશ, પ્રતિષ્ઠા મળે છે.

8. દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમાં કોઈ ભયાનક ઘટના ઘટવાની છે.
9. જે પુરુષની મૂછ પર ગરોળી પડે છે તેને માન-સન્માન મળે છે.
10. જે વ્યક્તિની ભ્રમરો પર ગરોળી પડે છે તેને ધનહાનિ થાય છે.

11. ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
12. જમણી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે ખૂબ જ જલદી તમારી મનસંદ વ્યક્તિ સાથે મુલાકાત થશે.
13. પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે.

14. પીઠ પર ડાબી બાજુ ગરોળી પડે તો તે વ્યક્તિને રોગ થવાની શક્યતા રહે છે.
15. જમણા ખભા પર ગરોળી પડે તો અનેક મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળે છે.
16. ડાબી બાજુના ખભા પર ગરોળી પડે તો તે વ્યક્તિના શત્રુઓમાં વધારો થાય છે.
17. જમણા હાથ પર ગરોળી પડે તો આકસ્મિક ધનલાભ થાય છે.

18. ડાબા હાથ પર ગરોળી પડે તો તે વ્યક્તિની સંપત્તિ લૂંટાય છે.
19. જમણી હથેળી પર ગરોળી પડે તો નવાં કપડાં પહેરવા મળે છે.
20. ડાબી હથેળી પર ગરોળી પડે તો આકસ્મિક ધનહાનિ થાય છે.
21. ડાબા પગ અથવા એડી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે બહુ જલદી જીવનમાં દુઃખ આવશે, ઘરમાં કલહ-કંકાશ થશે.

Leave a Reply

Your email address will not be published.