ગરીબોના હક્કનું સસ્તું અનાજ બારોબાર વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ, તપાસનો રેલો રાજકોટ પહોંચ્યો

GUJARAT

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કૌભાંડ ઝડપી પાડી સમગ્ર પ્રકરણની પ્રાથમિક તપાસ કરતાં તેનો રેલો રાજકોટના સસ્તા અનાજના પરવાનેદારો સુધી પહોંચ્યો છે. હાલ આખું પ્રકરણ રાજકોટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવતા રાજકોટ કલેકટર દ્વારા તપાસના આદેશ અપાયા છે.

રાજકોટ જિલ્લા અને શહેરમાં પૂરવઠાના સસ્તા અનાજના વેપારીઓને તપાસ પણ શરૂ થઈ ચૂકી છે. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર આજે પ્રેસ કરી જણાવ્યું કે, સસ્તા અનાજ ગેરરીતિ પ્રકરણ આવ્યા બાદ 25 જેટલા વેપારીની તપાસથી શરૂઆત કરી છે.

જિલ્લા પૂરવઠા અધિકારીને તેમજ પૂરવઠાની ટીમને શહેર અને જિલ્લાના શંકાસ્પદ સસ્તા અનાજના પરવાનેદારો સામે તપાસ કરવા આદેશ આપી દેવાયો છે. થમિક ગ્રુપ ચેકિંગ હાથ ધરાયું છે.

પ્રાથમિક વિગત મુજબ, ગરીબોના અંગૂઠા કે અન્ય બાયો મેટ્રિક વિગતોના સોફ્ટવેરની મદદથી ગરીબોના હકકનું અનાજ બારોબાર વેચી નાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પૂરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના 18 અને જિલ્લાના 8 જેટલા સસ્તા અનાજના પરવાનેદારો પૂરવઠા વિભાગના રડારમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *