ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ઘણા ફાયદા, જાણી લો ક્લિક કરીને

Uncategorized

શરીરને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવા માટે દરેકને પૂરતું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. કેટલાક લોકોને નવશેકું પાણી પીવે છે, તો કેટલાકને ઠંડુ પાણી પીવે છે. કેટલાક લોકો દાવો કરે છે કે ઠંડુ પાણી પીવા કરતા ગરમ પાણીનું સેવન શરીર માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. તો શું ગરમ પાણી ખરેખર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?
વધારે નબળાઇ રહેતી હોય તો સવાર-સાંજ કરો મધની સાથે કરો આ વસ્તુનુ સેવન

આરોગ્ય નિષ્ણાતો કહે છે કોઈપણ તાપમાનનું પાણી પીવું એકંદર આરોગ્ય માટે સારું માનવામાં આવે છે, જો કે ગરમ પાણી પીવાથી કેટલાક વધારા લાભ થાય છે. એમ તો આ વાતની પુષ્ટિ કરવા માટે શોધ ઓછી થઇ છે, પણ માનવામાં આવે છે કે દરરોજ સવારે ખાલી પેટ હૂંફાળું પાણી પીવું પેટ માટે સ્વાસ્થ્યવર્ધક હોઈ શકે છે. વધુ ગરમ પાણી નુકસાન પહોંચાડી શકે છે. ગરમ અથવા નવશેકું પાણી પીવાના કેટલાક ફાયદાઓ વિશે જાણીએ –

બંધ નાકમાં ફાયદાકારક – ગરમ પાણીમાંથી નીકળતી વરાળ બંધ નાક અથવા સાઇનસના લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. ગરમ પાણી પીવાથી વહેતું નાક, ઉધરસ, ગળામાં દુઃખાવો અને થાકમાંથી રાહત મળી શકે છે. ગળાને સાફ રાખવામાં ફાયદાકારક માનવામાં આવે છે.

પેટ સ્વસ્થ રાખવામાં મદદ કરે – ગરમ પાણી પીવું પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન અને કબજિયાત થઈ શકે છે. કબજિયાત આંતરડાની હિલચાલ અને પાઇલ્સનું જોખમ પણ વધારે છે. જે લોકો રોજ સવારે ગરમ પાણી પીવે છે તેમને કબજિયાતનું જોખમ ઓછું હોય છે.

રક્ત પ્રવાહ સુધારે – આરોગ્ય નિષ્ણાતો ગરમ પાણીને વાસોડિલેટર માને છે, જેનો અર્થ છે કે તે રક્તવાહિનીઓને વિસ્તૃત કરે છે જેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત, તે સ્નાયુઓને આરામ આપવા અને દુઃખાવો ઘટાડવામાં પણ મદદરૂપ છે.

વજન ઘટાડે – સંશોધન કહે છે કે વધુ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. પાણી શરીરને પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે અને કચરો બહાર કાઢે છે. 2003માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે ગરમ પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.