ગરમા ગરમ ભરેલા મરચાના ભજીયા ઘરે બનાવો, વરસાદમાં ખાવાની પડશે મજા

kitchen tips

ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભરેલા મરચાના ભજીયા…

બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. ચણાના લોટમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ ભરો અને ચણાના લોટવાળા ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાંના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો. મરચાના ગરમા-ગરમ ભજિયા ચાની સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *