ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને ચઢાવો નારિયેળ મોદકનો પ્રસાદ, જાણી લો રેસિપી

kitchen tips

ગણેશ ચતુર્થીનો આ શુભ તહેવાર મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તામિલનાડુ સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દરમિયાન ભગવાન ગણેશને વિવિધ ભોગ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. તો આ ગણેશ ઉત્સવ પર તને પણ ઘરે જ નારિયેળના મોદક બનાવી શકો છો, નોંધી લો ઘરે સરળતાથી નારિયેળ મોદક બનાવવાની રીત –

સામગ્રી –

1 કપ નાળિયેર પાવડર
1/2 કપ કન્ડેન્સ્ડ દૂધ
1 ચમચી એલચી પાવડર
1 ચમચી બારીક સમારેલા કાજુ
1 નાની વાટકી ઘી
રીત –

નારિયેળ મોદક બનાવવા માટે સૌપ્રથમ મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો. હવે નાળિયેર પાવડર ઉમેરો અને તેને 10 સેકંડ માટે હલાવતા વખતે શેકી લો. નિર્ધારિત સમય પછી, એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને 1-2 મિનિટ સુધી પકાવો.

હવે તેમાં ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરો. આ પછી તેને ઠંડુ થવા માટે રાખો. મિશ્રણ ઠંડુ થાય કે તરત જ મોદકના મોલ્ડમાં ઘી લગાવો અને મિશ્રણની વચ્ચે કાજુ મૂકીને મોલ્ડ બંધ કરો. નાળિયેર મોદક તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.