ગણેશ ચતુર્થીએ સંકટ મોચન ગણપતિ સ્તોત્રનો 21 વખત કરી લો પાઠ, તમામ સંકટ દૂર થશે

GUJARAT

આજે ગણેશ ચતુર્થી છે. આજથી રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશજીની સાધના કરવાનો અનોખો અવસર શરૂ થયો છે. આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. . પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના વદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી ઉજવવામાં આવે છે.

ગણેશજીની પૂજા કર્યા બાદ સંકટ મોચન ગણપતિ સ્તોત્રનો પાઠ કરીલો તમામ સંકટ દૂર થશે.
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |

ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |

તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |

સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ ||
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |

એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ||
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |

ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |

પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |

સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: ||
અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |

તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: ||
ગણેશ સ્તોત્રનો જાપ શા માટે?

સંકટ મોચન ગણપતિ સ્તોત્રનો દરરોજ પાઠ કરવાથી વ્યક્તિને કેટલાય પ્રકારની અડચણોથી મુક્તિ મળે છે અને તમામ સંકટોનો નાશ થાય છે. માન્યતા છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિને તેના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ રીતે કરો ગણેશ સ્તોત્રનો પાઠ

પૂર્વ દિશાની તરફ મુખ કરીને બેસો. પદ્માસન જેવી આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ. શ્રી ગણપતિ સ્તોત્રનો જાપ કરો. અંતમાં દેવતા શ્રી ગણેશજીની આરતી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *