ફુલેલી અને મુલાયમ રોટલી બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ, લોટમાં ઉમેરો એક વસ્તુ

kitchen tips

રોટલી બનાવવી આમ તો કોઇ મુશ્કેલ કામ નથી. રોટલી ફૂલેલી અને સોફ્ટ હોય તો ખાવાની મજા આવે છે. રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોપડવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે તેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.

– સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તો તમારી રોટલી ફૂલશે નહિં.

– રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણી સાથે અડધો કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારે સોફ્ટનેસ આવે છે.

– લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથને ચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટ વધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.

– ઘણા લોકોને લોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવા માટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દઈ તેને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખવી જોઈએ.

– રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *