ફોરેનથી મેરેજમાં આવી હતી ભાભીની બહેન, એ અપ્સરાથી ઓછી નહોતી, અને હું પણ એનો દીવાનો હતો,

GUJARAT

મનમીત ચુપચાપ જતો રહ્યો. તેના ગયા પછી આશિમા ધુ્રસકેધુ્રસકે રડવા લાગી. મનમીતની વાત પર થોડો અણગમો, તેની આવી હિંમત પર થોડો ગુસ્સો, અચાનક રોહનની યાદ આવવી અને આજે એક સારો મિત્ર ગુમાવવાનું દુ:ખ. તે વિચારી રહી હતી કે તેની એવી કઈ વાત પરથી મનમીતે એવું નિષ્કર્ષ કાઢ્યું કે તે રોહન સાથે ખુશ નથી ?

”આજે ફરી ઓફિસમાં મોડું થઈ ગયું ?” આશિમાએ રોહનને પૂછ્યું.

”હા..” રોહન માત્ર એટલું જ બોલ્યો.

પછી આશિમા ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસવા જતી રહી અને રોહન હાથ-મોં ધોઈને ટીવી સામે બેસી ગયો. આટલી ટૂંકી વાતચીત જોઈને કોણ કહી શકતું હતું કે તેમના લગ્નને માત્ર બે વર્ષ જ થયા હતા. બંનેનો દિવસ ઓફિસમાં કામ કરી પસાર થઈ જતો હતો અને ઘરે પાછા આવીને પણ બંને પોતપોતાના લેપટોપ પર વ્યસ્ત થઈ જતા. શરૂઆતમાં એકબીજાની ઓફિસના કામ તેમજ કાર્યપ્રણાલી બાબતે બંને વચ્ચે વાતચીત થતી રહેતી હતી, પરંતુ હવે તે પણ નહોતું થતું.

એક દિવસે ઓફિસમાં આશિમા પોતાના કામમાં વ્યસ્ત હતી અને તેનો સેલફોન રણકી ઊઠયો. તેણે સ્ક્રીન પર જૂની સાહેલી રિયાનું નામ જોયું તો તરત જ ફોન ઉઠાવી લીધો.

”અરે ભાઈ, હાઉ ઈઝ લાઇફ ?” રિયા ઉત્સાહથી વાત કરી રહી હતી.

”કૂલ.” આશિમાને કદાચ ટૂંકમાં વાત કરવાની ટેવ પડી ગઈ હતી.

”કૂલ કે પછી હોટ ?” રિયાએ મજાકમાં તેને છેડતાં કહ્યું.

”અરે, શું હોટ યાર. પોતપોતાની નોકરીમાં બંને વ્યસ્ત રહીએ છીએ. આજકાલ તો ફિલ્મ જોવા પણ નથી જતા.”

”આશિમા, તારા અવાજમાં કોઈ દમ નથી. યાર કોઈ વાત થઈ કે શું રોહન સાથે ?” રિયા તેની જૂની સાહેલી હતી, આશિમાની સુસ્તી તરત જ કળી ગઈ.

”ના રે ના, એવું કંઈ નથી.” આશિમા બોલી.

”તો સારું. હું એક વિકેન્ડનો પ્રોગ્રામ બનાવી રહી છું. તે દિવસે સવારે ૧૦ વાગે મળીએ અને ક્યાંક ફરવા જઈએ.”

આશિમાએ મોડી રાત્રે જ્યારે રોહન ઘરે આવ્યો ત્યારે રિયા સાથેની મુલાકાતનો પ્રોગ્રામ જણાવ્યો અને બોલી, ”તું પણ આવ ને. શનિવારે તો તારે રજા જ છે ને. કેટલાય દિવસથી આપણે બહાર પણ નથી ગયા.”

”ના આશિમા, આ શનિવારે કદાચ ઓફિસ જવું પડશે.”

”તો પછી હું રિયાને મળવાનો પ્રોગ્રામ રવિવારનો રાખું છું.”

”એક દિવસ તો રજાનો મળશે. હું તો તે દિવસે મન ભરીને ઊંઘવા ઇચ્છું છું. તું મારા કારણે તારો પ્રોગ્રામ ના બગાડીશ. એમ પણ તારી સાહેલી છે તું જ મળી આવ.” કહીને રોહનપોતાના લેપટોપ પર બિઝી થઈ ગયો. તેનો રોજનો આ જ નિયમ હતો. જમવાનું જમતાંજમતાં ડાઇનિંગ ટેબલ પર લેપટોપ પર કોઈ કામ સંકેલવું અને પછી ટીવીમાં ખોવાઈ જવું. સાડા ૧૧ વાગ્યા સુધીમાં આશિમા સાથે બેઠા બેઠા ટીવી પર કંઈને કંઈ જોતી રહી. પછી તે ગુડનાઇટ કહીને ઊંઘવા જતી રહી.

”ગુડનાઇટ, તું ઊંઘી જા, તારે સવારે વહેલા ઊઠવાનું છે. હું આ પ્રોગ્રામ જોઈને આવીશ.”

પથારી પર એકલી ઊંઘેલી આશિમા પોતાના લગ્ન જીવનને રિવાઈન્ડ કરવા લાગી. બંને કુટુંબે પોતાના સંબંધીઓની મદદથી આ સંબંધ નક્કી કર્યો હતો. સંપૂર્ણપણે અજાણ્યા હોવા છતાં પણ ૨-૩ મુલાકાતમાં જ આશિમા અને રોહન એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. બંનેની જોડી દેખાવે જેટલી સુંદર લાગતી હતી, એટલા જ બંનેના સ્વભાવ પણ એકબીજાને અનુરૂપ હતા.

કોર્ટશિપ પીરિયડને બંનેએ મનભરીને એન્જોય કર્યો હતો. ફિલ્મો જોવી, મોલમાં શોપિંગ, ફરવા જવું અને બાળપણથી લઈને આજ સુધીની ઢગલાબંધ વાતો. કેટલા મધુર દિવસો હતા. હવે એવું લાગે છે કે બધી જ વાતો ત્યારે જ તેમણે પૂરી કરી દીધી હતી.

લગ્ન પછી કેટલાક મહિના સુધી બંને ઓફિસથી સમયસર ઘરે પાછા આવી જતા હતા. ક્યારેક મિત્રોને ત્યાં ફરી આવતા, તો ક્યારેક એમ જ લોંગ ડ્રાઈવ પર ફરવા નીકળી પડતા. બીજું બધું તો ઠીક શાકભાજી અને ગ્રોસરી ખરીદવાનું પણ તેમને એડવેંચર લાગતું હતું. ધીમેધીમે આ જ કામ જવાબદારી લાગવા લાગ્યું અને પછી મંદીના વાતાવરણમાં પોતાની જોબ બચાવી રાખવી એ એક અઘરું લક્ષ્ય બની ગયું. કામ અને માત્ર કામ જ. માત્ર ઓફિસનું કામ જ જીવન બનીને રહી ગયું. ‘કામ’ શબ્દનો એક બીજો પણ અર્થ થાય છે જેને તેઓ ભૂલી જ ગયા હતા. રોજ રાત્રે થાકીને એવી રીતે પથારીમાં પડતા કે બીજા દિવસની સવાર ક્યાં થઈ તે ખબર જ નહોતી પડતી. બસ, સમયના કાંટાની સાતે દોડીદોડીને બંનેએ ૨ વર્ષ પૂરા કરી દીધા હતા. હવે તો મેટ્રો લાઇફની દોડાદોડી, મુશ્કેલીઓ અને સ્ટ્રેસનો સામનો કરવો જ દિવસરાતનું ટાર્ગેટ હતું.

Leave a Reply

Your email address will not be published.