ફરિયાની મિયાં ખલીફા કેહતા હતા બધા એને,પણ એ મારા જોડ આવીને આખી ઓપન થઇ ગઈ અને કહ્યું તું તો આપ કોક દિવસ મને ટાઈમ

nation

એવું નથી કે મારું જીવન એકલવાયું વીત્યું હોય. અપાર મૂંઝવણોમાંથી હું માર્ગ કાઢીને આગળ વધી છું. પુરુષોના આકર્ષણનો પણ અભાવ રહ્યો નથી. લગ્ન પણ થયાં, પરંતુ વાત ક્યારેય પ્રેમ-લાગણી સુધી પહોંચી શકી નહોતી. મારામાં પ્રેમ-લાગણીના આદાન-પ્રદાનની યોગ્યતા નહીં હોય? કે પછી જીવનભર લગભગ ખોટી વ્યક્તિઓ જોડે જ મારો પનારો પડયો હશે? ‘વ્યક્તિ’ શબ્દ અહીં સુસંગત એટલા માટે નથી કે બહેનપણીઓ તો મને ડગલે ને પગલે મળી હતી અને તેમની સાથે ઘનિષ્ઠતા પણ એટલી બધી છે કે ન મળીએ ત્યાંસુધી તો ઠીક છે, પણ જ્યારે મિલન થાય, વર્ષોનાં વ્યવધાન પણ પળવારમાં સમેટાઈને ખસી જતાં હોય છે.

આવી જ એક સહેલી દમયંતી આજકાલ અહીં સ્થિર થવા આવી છે. મારા માટે શું સારું અને શું ખરાબ, તેનો મારા કરતાં વિશેષ ખ્યાલ તે રાખે છે. તેની સાથે ક્યારેય જીભાજોડી ન થઈ હોય એવું તો નથી, છતાં અમારી વચ્ચે અરસપરસ એટલો લાગણીભાવ છે કે અમે બને ત્યાંસુધી એકબીજીનું દિલ દુભાવવાની સ્થિતિ પેદા જ નથી થવા દેતી. આના લીધે અમારી વચ્ચે કોઈ ગેરસમજ ભાગ્યે જ પેદા થતી હશે.

મારે સૌ કોઈની સાથે સહેલાઈથી મનમેળ થઈ જતો હોય એવું પણ નથી. વીસ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં હતાં. આમ તો પ્રબોધને કોલેજમાં હું મળતી રહેતી, પરંતુ તેને ક્યારેક સમજી નહોતી શકી. જીવનમાં એક રાત એવી પણ આવી કે એ રાતે અમે બંને એક જ પલંગ પર હતાં. તેણે લગ્નના નામનો સિક્કો વટાવીને પોતાની શારીરિક ભૂખ તૃપ્ત કરી લીધી. મારા શરીરે પ્રબોધને આ વિનિમયમાં સહકાર પણ આપ્યો, પરંતુ મારાં દિલ અને દિમાગ આ ઘટનાથી રિસાઈને મારાથી જાણે દૂર ચાલ્યા ગયાં હતાં.

બીજી રાત્રે હું ખરેખર ઊંઘમાં સરી ન ગઈ ત્યાંસુધી ગાઢ નિદ્રામાં હોવાનો ઢોંગ કરતી પડી રહેલી. પ્રબોધે અનેક પ્રયાસોને અંતે આખરે હાર સ્વીકારી લીધી હતી. આમ છતાં અમે બંનેએ, મા-બાપના આપેલા સંસ્કારોને કારણે એકબીજા સાથે વીસ-વીસ વર્ષ પસાર કરી નાખ્યાં હતાં. ‘છૂટાછેડા’ શબ્દ પ્રત્યે તેને સખત અણગમો હતો, એ પણ એક વધારાનું કારણ હતું. અમેરિકા આવ્યા પછી પણ, અન્ય ભારતીયોની માફક અમે અમારા કોચલામાં જ બંદી રહ્યાં. મને મારી બેડીઓ તોડવાના તેમજ મારાં દિલ અને દિમાગને સ્વતંત્ર કરવાના કાર્યમાં વીસ-વીસ વરસ વીતી ગયાં..

રાતના લગભગ નવ વાગ્યા હતા. મેં ઇન્દ્રને ફોન કર્યો. રિસીવર ઉપાડતાં જ એ બોલ્યો, ‘શુચિ! તમે ફોન કરીને નાહકનો તમારો સમય વેડફો છો. મને લગ્ન કરવામાં હવે કશો રસ નથી. બાના કહેવાથી એક વખત આ રિવાજને હું અનુસરી ચૂક્યો છું. ઓ. કે.! બોલો, તમે કેમ છો? તબિયત સારી છે?’

મારા અનુભવોના આધારે હું એટલું તો સમજતી હતી કે મોટે ભાગે ‘હા’ નો અર્થ ‘ના’ અને ‘ના’નો મતલબ ‘હા’ થતો હોય છે. ઇન્દ્રના પહેલા અને છેલ્લા વાક્યમાં મને સુસંગતતા ન જણાઈ. મેં વળતો જવાબ આપતાં કહ્યું, ‘મને તો ડર હતો કે તું ફોન પછાડીશ, ઇન્દ્ર! પહેલાં જનોઈવઢ ઘા કરે છે અને પછી ક્ષેમકુશળ પૂછે છે..! આ તે કંઈ રીત છે?’

‘ઘણા લોકોની વાતોમાં સુસંગતતા ઓછી ને રહસ્ય વધારે હોવા છતાં એ લોકો કેમ બહુ ગમતા હશે?’

‘એની મને શી ખબર પડે? સહુની પોતપોતાની અલગ અલગ સમજણ હોય છે. મને જો એવો ગમવા અંગેનો અનુભવ થશે, તો પછી તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ.’ શુચિએ સાલૂકાઈથી કહ્યું.

‘તમે ક્યારે મુલાકાતે આવવાનાં છો?’

‘તમારી નાજુક પાનીઓ પર મેંદી મૂકી હોવાનું તમારી પાસે સજ્જડ બહાનું હશે એટલે અમારે તો કશું પૂછવાનું રહેતું જ નથી સાહેબ.’ સહેજ કટાક્ષથી શુચિ બોલી.

‘બા કહે છે કે, ‘ફોન પર જ ઝઘડી લેવાનું પૂરું કરવાનું છે? શુચિને જણાવ કે સીધી અહીં આવી જાય..’

‘બાને કહેવું હશે, તો મને એ બારોબાર જણાવી દેશે. તારે વકીલાત કરવાની જરૂર નથી. સમજ્યો?’

ઇન્દ્રે રિસીવર બાના હાથમાં આપ્યું, એટલે તે બોલ્યાં, ‘શુચિ! અહીં આવતી રહે. સવારે જવું હોય તો જતી રહેજે..’

‘માસી! ઈન્દ્ર તો કદી આવવાનું કહેતો નથી, એટલે હવે કદી નહીં આવું. આખરે એ ઘર તો તેનું ગણાય ને?’

‘ઘર ભલે તેનું ગણાતું હોય, પણ તને મળવાનું મને પણ મન થયું હોય, પછી શું કરવું? આવે છે ને? લે, ઇન્દ્ર જોડે વાત કરી લે..’ બાના સ્વરમાં આગ્રહ અને મમતા બંને છલકાતાં હતાં, તે શુચિ સારી રીતે સમજી શકી હતી.

‘તો પછી આવી પહોંચો.’ ઈન્દ્રે ટૂંકો છતાં વજનદાર આદેશ આપતાં કહ્યું.

‘નિમંત્રણ તો નરમાશથી આપતાં શીખ! તો જ કોઈ આવવાની હિંમત કરી શકે.. અમે કંઈ એવાં સસ્તાં નથી!’

‘આપ અહીં પધારશો, તો અમે અધિક અનુગ્રહીત થઈશું. આપ અહીં પહોંચશો ત્યારે આપના માટે અમે અલ્પાહાર પણ તૈયાર રાખીશું..’

રાતવાસા માટે આવશ્યક વસ્તુઓ કાંસકો, ટૂથબ્રશ અને નાઈટ ગાઉન ઇન્દ્રને ત્યાં રાખેલાં જ હતાં, એટલે અન્ય કશી તૈયારી જરૂરી નહોતી. બહાર આવીને હું કારમાં બેઠી અને કાર સ્ટાર્ટ કરી. બે કલાકની સફર કરવાની હતી. ઠંડી રાતમાં ચાંદની પૂરબહારમાં જામેલી હતી. ધૂમિલ છાયા-પ્રકાશના સંયોજન વચ્ચે ચમકતું આકાશ અને ઘટાદાર વૃક્ષ સાફ દેખાતાં હતાં. મારું મન વૃક્ષોનાં પાંદડાંમાં અટવાઈ ગયું. ગઈ કાલ સુધી આખા વૃક્ષની શોભારૂપ બની રહેલાં આ પર્ણો સહેજ શીતલહર લાગતાંની સાથે જ વૃક્ષથી વિલગ બનીને જમીનદોસ્ત થઈ પોતાનું અસ્તિત્વ ફના કરી દેતાં હોય છે. આમ છતાં તેમની કોઈ દાદ-ફરિયાદ નથી હોતી, એક એક ખરી પડેલા પર્ણને ઉઠાવીને મેં કલ્પનાની તેમાં મનોહરી રંગબિછાત કરવી શરૂ કરી..

Leave a Reply

Your email address will not be published.