ફરી એક વખત ચારેયકોર મલાઇકાની ચર્ચા, એવી વિચિત્ર રીતે ચાલવા લાગી કે થઇ ટ્રોલ

BOLLYWOOD

બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા તેની ફિટનેસ અને ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. 47 વર્ષની ઉંમરે પણ મલ્લિકા તેની અદાથી લોકોના હોશ ઉડાવી દે છે. જ્યારે ફરી એક વખત મલાઇકા અરોરા ચર્ચામાં છે. હાલ તેને એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેની પર લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયોમાં મલ્લિકા જિમ ક્લાસમાં જતી જોવા મળી રહી છે. જેમાં તે વિચિત્ર રીતે ચાલતી જોવા મળી રહી છે.

મલ્લિકા અરોરા તેની ફિટનેસ ના વીડિયો અને તસવીરો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહી છે. ઘણી વખત મલાઇકા જિમ જતા-આવતા પાપારાજીઓના કેમેરામાં પણ કેદ થઇ જાય છે. હાલ મલ્લિકાનો જિમ જતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

ખરેખર, આ વીડિયોમાં મલાઇકાની ચાલ જોઇને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. મલાઇકાએ બ્લેક કલરના કપડા પહેર્યા છે અને ફ્લિપ-ફ્લોપ્સ પહેરેલી જોવા મળી રહી છે. જે અહીં ઉતાવળમાં પાપારાજીને પોઝ આપતા આગળ વધી રહી છે આ દરમિયાન મલાઇકાની અજીબ ચાલ જોઇને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. યૂઝર્સ મલાઇકાની મજાક ઉડાવતા તેની ચાલ પર ગંદી કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું આ આવી રીતે કેમ ચાલી રહી છે? ઘણા યૂઝર્સે લખ્યું કે મલાઇકા અને નોરા વચ્ચે કોમ્પિટિશન ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *