ફેસબૂક એપ ખોલે તો લપડાક મારવા મહિલા ભાડે રાખનાર સેઠીને મસ્કે ઇમોજીથી નવાજ્યા

GUJARAT

એલન મસ્કની એક ટિ્વટે 2012ની એક ઘટનાને ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રસિદ્ધિ અપાવી દીધી છે. વાસ્તવમાં વેરેબલ ડિવાઇસ બ્રાન્ડ પાવલોકના સ્થાપક ભારતીય અમેરિકન મનીષ સેઠીએ 2012માં એક મહિલાને ખાસ એટલા માટે કામ ઉપર રાખી હતી કે પોતે જ્યારે પણ તે ફેસબૂકનો ઉપયોગ કરે ત્યારે તેણી લપડાક લગાવે. તેણે યુએસ ક્લાસિફાઇડ એડવર્ટાઇઝમેન્ટ વેબસાઇટ ક્રેઇગસ્લિટ મારફત આ મહિલાને કામ ઉપર રાખી હતી.

તેણે આ કામ માટે દરેક કલાકે આઠ ડોલર ઓફર કર્યા હતાં જેમાં વ્યક્તિએ કાફેમાં અથવા ઘરે તેની સામે બેસવાનું હતું અને તેની સ્ક્રીન જોવાની હતી. તેણે પોતાની જાહેરાતમાં લખ્યું હતું કે, હું જ્યારે પણ સમયને વેડફુ ત્યારે મારા ઉપર ગુસ્સો કરવાનો અથવા તો જો જરૂર પડે તો લપડાક પણ મારવાની રહેશે. કારા નામની મહિલાને લપડાક મારવાની કામગીરી સોંપ્યા બાદ સેઠીને તેના આ વિચિત્ર પ્રયોગનો અસાધારણ ફાયદો મળ્યો હતો.

મસ્કે આ દિવસને મારો બનાવી દીધો : સેઠી

ટિ્વટર પર મસ્કના ઇમોજીનો જવાબ આપતાં સેઠીએ જણાવ્યું હતું કે, આ ફોટો મારો છે. શું મને બે ઇમોજિસ આપી રહ્યો છે જે હું ક્યારેય પહોંચીશ? શું આ મારું ઇકારસ સૂર્યની ક્ષણની ખૂબ નજીક ઊડી રહ્યું છે? એલન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા બે ફાયર સિમ્બોલ શું આ સૂચન કરવા માંગે છે? સમય કહેશે… તેણે ઉમેર્યું હતું કે, મસ્કે મારી સ્ટોરી પર ટિ્વટ કરીને આ દિવસને મારો બનાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *