Ex પત્ની અને દીકરાની હાજરીમાં 10 વર્ષ નાની સુંદરી સાથે પરણ્યો આ હિરો

BOLLYWOOD

એવેન્જર્સનાં સ્ટાર ક્રિસ પ્રેટે શનિવારે કૈથરીન શ્વાર્જનેગર સાથે લગ્ન કર્યાં. આ વર્ષે જાન્યુઆરીનાં બંન્નેની સગાઈની વાતો આવી હતી. ત્યારે બંન્નેએ શનિવારે પરિવાર અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ હોટ કપલનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ક્રિસનાં કૈથરીન શ્વાર્જનેગરમાં સાથે આ બીજા લગ્ન હતા.

ઉલ્લેખનીય છે કે કૈથરીન એ કૈલિફોર્નીયાનાં પુર્વ ગવર્નરની દીકરી છે. તમને જણાવી દઈએ કે ક્રિસ પ્રેટ અને કૈથરીન શ્વાર્જનેગરની ઉમરમાં 10 વર્ષનો ફર્ક છે. ક્રિસ 39 વર્ષનો અને કૈથરીન શ્વાર્જનેગર 29 વર્ષની છે. એક રિપોર્ટ પ્રમાણે આ લગ્ન કેલિફોર્નિયામાં થયા હતા. લગ્નમાં કૈથરીન શ્વાર્જનેગરનાં માતા-પિતા હાજર હતા. તેમજ લગ્નનું વેન્યુ પણ ખુબ સુંદર હતું.

ક્રિસનાં આ બીજા લગ્ન હતા. 2009માં ક્રિસે હિરોઈન એના ફેરિસ સાથે લગ્ન કર્યાં હતા. બંન્નેને 6 વર્ષનો દિકરો પણ હતો. 2018માં બંન્નેએ તલાક લઈ લીધા અને અત્યારે સારી સંબંધોમાં છે. મળતી માહિતી પ્રમાણે આ લગ્નમાં ક્રિસની પહેલી પત્ની એના પણ સામેલ હતી. એ સિવાય 6 વર્ષનો દિકરો જૈક પણ પધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *