દુનિયાનું સૌથી પૌષ્ટિક શાક માનવામાં આવે છે કંકોડા, જાણો ફાયદા

helth tips

વરસાદની શરૂઆત થતા જ બજારમાં અનેક પ્રકારના લીલા શાકભાજી પણ મળે છે. જેમાથી એક છે કંકોડા..વરસાદની સીઝનમાં આવતા શાકને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જાણકાર તેને દુનિયાની સૌથી પૌષ્ટિક શાક માને છે.

તેને કંકોડા, મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, ભાટ કારેલા, કોરોલા, કરટોલી સહિતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શાક કારેલા પ્રજાતિની છે. પરંતુ તે કારેલા જેવી કડવા લાગતી નથી. ઘણી જગ્યાએ તો તેને ઔષધિની જેમ ઉપયોગ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સતત તેનું સેવન કરવાથી શારીરિક તાકાતમાં વધારો થાય છે.

આયુર્વેદમાં પણ કંકોડાને ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તેમા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. તેનું શાક ખૂબ ફાયદાકારક હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે તેમા પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં રહેલા છે. પરંતુ કેલરીનું પ્રમાણ ઓછું થઇ જાય છે.

100 ગ્રામ કંકોડામાં માત્ર 17 કેલરી ઉર્જા હોય મળે છે. જેનાથી વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ માનવામાં આવે છે. આ શાકમાં રહેલા ફાઇટોકેમિકલ્સ શરીરને આરોગ્યપ્રદ અને એન્ટી-ઓક્સીડેન્ટ થવાના કારણથી લોહી પણ સાફ કરે છે. સાફ લોહી હોવાના કારણથી ત્વચાના રોગ થતા નથી. ત્યારે લ્યુટેન જેવા કેરોટોનોઇડસ અલગ-અલગ આંખના રોગ, હૃદય રોગ તેમજ કેન્સર થતું નથી.

કંકોડાના ફાયદા

– કંકોડાનું શાક ખાવા કે તેનો રસ પીવાથી સહેલાઇથી પચે છે અને શરીરનું મેટાબોલિજ્મ તેજ થાય છે. તેનાથી પેટને લગતી સમસ્યાથી બચી શકાય છે.
– કંકોડામાં કેરોટેનૉઇડ્સનું પ્રમાણ ભરપૂર હોય છે જેથી તે આંખો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી આંખની દ્રષ્ટિ પણ તેજ થાય છે.
– બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ જેની બીમારીઓ થઇ જાય છે. કંકોડાના શાકમાં એન્ટી-એલર્જિક અને એનાલ્જેસિક ગુણ હોય છે. જે આ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
– એક શોધ મુજબ આ શાક શરીરને સારી રીતે ડિટૉક્સ કરી દે છે. જેનાથી શરીર અને લોહીમાં રહેલી ગંદકી બહાર નીકળી જાય છે. કંકોડામાં રહેલા પ્રોટીન્સ, વિટામીન્સ અને મિનરલ્સ આખો દિવસ તમને એનર્જેટિક રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *