દુનિયામાં ગણેશજીનું આ મંદિર છે ખાસ, જ્યાં છે તેઓ પૂરા પરિવાર સાથે

DHARMIK

વિઘ્નહર્તા ગણેશજીના દેશ અને દુનિયામાં અનેક મંદિરો છે. આમછતાં ગણેશજીનું આ મંદિર ખાસ છે જ્યાં બાપ્પા પોતાના પૂરા પરિવાર સાથે બિરાજે છે. ગણેશજી અને રિદ્ધિ-સિદ્ધિ વિશે તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમને ખબર છે કે તેમને એક પુત્રી પણ હતી. તેમને બે પુત્રો હતા અને બે પૌત્રો હતા. જો ન જાણતા હોય તો આ મંદિરની ખાસ મુલાકાત લો. અહિં તમને એ તમામના દર્શન કરવા મળશે.


આ મંદિર અન્ય ક્યાંય નહિં પણ ગુજરાતમાં જ આવેલું છે. તે પણ અંબાજી પરિસરમાં. સહકુંટુંબ સિદ્ધિ વિનાયક મંદિર.. જાણો એ વિશે અહિં….

આ મંદિરમાં ગણેશજી પોતાની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ, પુત્રી સંતોષી માતા, પુત્રો શુભ અને લાભ તેમજ પૌત્રો ક્ષેમ અને કુશળ સાથે બિરાજે છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુવિખ્યાત અંબાજી પરિસરમાં જ આ માતા અંબાજીનું ભવ્યાતિભવ્ય અતિ પ્રાચીન મંદિર છે. આ મંદિર પરિસરમાં જ છે સહકુંટુંબ સિદ્ધિ વિનાયક મંદિર. અહિં ગણેશજી પોતાના પૂરા પરિવારની સાથે બિરાજે છે. મંદિરના પૂજારી મુકેશભાઈનું કહેવું છે કે દુનિયાભરમાં એક જ એવું મંદિર છે જ્યાં ગણેશજીની સહકુંટુંબ પૂજા થાય છે.

ગણેશજીનો પૂરો પરિવાર
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશજીનું શરીર વિશાળકાય અને મુખ હાથીનું હોવાથી કોઈ કન્યા તેમની સાથે વિવાહ કરવા તૈયાર ન હતી. એથી ભગવાન ગણેશજીનો મિજાજ બગડ્યો અને તેમણે પોતાના વાહન મૂષકને તમામ દેવી દેવતાઓના વિવાહમાં વિઘ્ન નાંખવા માટે આદેશ આપ્યો.

જેને પરિણામે જ્યાં પણ વિવાહ થતાં હતાં ત્યાં મૂષકજી પહોંચી જતા અને વિઘ્ન નાંખી દેતા. આથી કંટાળી ગયેલા દેવતાઓએ ભગવાન બ્રહ્માજી પાસે રાવ લઈને ગયાં અને કોઈ ઉપાય બતાવવા વિનવણી કરી. ત્યારે બ્રહ્માજીએ બે કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિનું સર્જન કર્યું અને ગણેશજીના તેમની સાથે વિવાહ કરાવ્યા. ત્યારથી બુદ્ધિ અને વિવેકની દેવી રિદ્ધિ અને સફળતાના દેવી સિદ્ધિ ગણેશજીને વર્યા. તેમને ગણેશજી થકી બે પુત્રો થયાં. જેનું નામ શુભ અને લાભ રાખવામાં આવ્યું.

શાસ્ત્રોમાં સંતોષી માતાને ગણેશજીની પુત્રી દર્શાવાઈ છે. તેનું પ્રમાણ અહિં આ મંદિરમાં મળે છે. સાથે જ ગણેશજીના બે પૌત્રો ક્ષેમ અને કુશળ સાથે અહિં બિરાજે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *