દુનિયા ફરે છે 1 વર્ષનું બાળક, કમાણી જાણીને આંખો થશે પહોળી

WORLD

આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં એક નાનું બાળક જેની ઉંમર ફક્ત 1 વર્ષની છે તે પોતાની પ્રતિભા નીખારી રહ્યું છે. તે આખી દુનિયા ફરી રહ્યું છે અને સાથે કમાણી પણ કરી રહ્યું છે. તે મહિને એક હજાર ડોલર એટલે કે 75 હજાર રૂપિયાની કમાણી કરે છે.

45 ફ્લાઈટ્સ અને 16 રાજ્યોની કરી ચૂક્યું છે સફર

મળતી માહિતી અનુસાર આ બાળકનું નામ બ્રિગ્સ છે. એક વર્ષની ઉંમરમાં તે 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચૂક્યું છે. અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ, આઈડહો સહિત અમેરિકાના 16 રાજ્ય ફરી ચૂક્યું છે. બ્રિગ્સની માતા કહે છે કે તેનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરે થયો હતો અને ફક્ત 3 અઠવાડિયામાં તેની પહેલી ટ્રિપ હતી. તે અલાસ્કામાં રીંછ પણ જોઈ ચૂક્યો છે. યેલોસ્ટોન નેશનલ પાર્કની અને ઉટાહમાં ડેલીકેટ આર્ક અને કેલિફોર્નિયામાં પણ મજા લઈ ચૂક્યો છે.

હજારોની સંખ્યામાં છે ફેન

બ્રિગ્સના ઈન્સ્ટાગ્રામ પર 30 હજાર ફોલોઅર્સ છે. તેની માતા પહેલાથી પાર્ટ ટાઈમ ટૂરિસ્ટ નામથી બ્લોગ ચલાવે છે. તેની યાત્રા પેઈડ હોય છે એટલે કે તેને ટ્રાવેલિંગ માટે રૂપિયા મળે છે. તે રિવ્યૂ લખવાનું કામ કરે છે. 2020માં તે પ્રેગનન્ટ થઈ ત્યારે તે નર્વસ હતી, તેમને લાગ્યુ કે તેની કરિયર ખતમ થઈ જશે. બ્રિગ્સને જન્મ આપ્યા બાદ કરિયરને નવી ઉંચાઈ પર લઈ ગઈ. તેઓએ કહ્યું કે મારા પતિ ઇચ્છે છે કે હું કામ કરતી રહું. મેં બેબી ટ્રાવેલને વિશે સોશ્યલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું, મને તેમાં સ્કોપ દેખાયા. હું મારા બાળકની સાથે યાત્રા કરું છું અને તેનો અનુભવ શેર કરું છું. તેનાથી અનેક પેરન્ટ્સને મદદ મળે છે જે બાળકોની સાથે યાત્રા પર જવા ઈચ્છે છે.

કોરોનાના નિયમોનું રાખો ધ્યાન

જેસે કહ્યું કે કોરોના બાદ અમે દરેક પ્રોટોકોલનું ધ્યાન રાખીને યાત્રા કરી હતી. અમારું ફોકસ રોડ ટ્રિપ અને લોકલ વેકેશન પર રહે છે. જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ કરી શકાય છે. કોઈ મોટા શહેરમાં જવાનું ટાળીએ છીએ જેવા કે ન્યૂયોર્ક. અમારો હેતુ નવી જગ્યાઓ શોધવાનો છે. બેબી બ્રિગ્સને યાત્રઆ સમયે ફ્રી ડાયપર્સ અને વાઈપ્સ સ્પોન્સર્સ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *