દુધીનો આ રીતે કરશો ઉપયોગ તો બમણી ઝડપે વધશે વાળ

helth tips

તમે ઘણા શાક અને ફળોના સેવનના ફાયદા અંગે સાંભળ્યું હશે. પરતું ઘણા લોકો આ ફળ અને શાકથી દૂર ભાગે છે. જેમા ઘણા પોષક તત્વ રહેલા હોય છે. જે તમારા શરીરને પોષક તત્વ પહોંચાડવાની સાથે તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેમાથી એક છે દુધી.. દુધી ત્વચાને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. જે શરીર માટે જ નહી પરંતુ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે.

કરચલીથી રાહત

દુધીમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જે ત્વચાને કરચલીથી બચાવવામાં મદદ કરે છે. દુધી એન્ટી-એજિંગ એજન્ટની જેમ કામ કરે છે અને વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે. જેના માટે તમે દુધીના જ્યૂસનું સેવન કરી શકો છો. તે સિવાય તમે દુધીને પીસીને ત્વચા પર લગાવી શકો છો.

બેડાઘ ત્વચા

દુધી તમારા લોહીને સાફ કરીને ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ત્વચાને બેડાઘ બનાવવા માટે તમે ફેસ પેક બનાવી શકો છો. તેના માટે દુધીની પેસ્ટ બનાવી તેમા મધ અને કાકડીને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે અને ડાઘ-ધબ્બા દૂર થાય છે.

ખરતા વાળ

વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે દુધીનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. દુધી વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના માટે તમે દુધીથી બનેલા હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. દુધીના હેર માસ્કને સ્કેલ્પ પર લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *