ડ્રગ ઈન્સ્પેક્ટરના ઘરેથી મળ્યા આટલા કરોડ રોકડા, આટલા દિવસ સુધી ચાલી ગણતરી

nation

આ ડ્રગ ઇન્સ્પેક્ટરને કાળા નાણાંનો રાજા કહેવામાં આવે તો મોટી વાત નહીં હોય. માત્ર 11 વર્ષની નોકરીમાં તેણે આટલું કાળું નાણું કમાઈ લીધું, રેઈડને મારવા તેના ઘરે પહોંચેલી ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તમને જણાવી દઈએ કે, શનિવારે સર્વેલન્સ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ બિહારની રાજધાની પટનામાં તૈનાત ડ્રગ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડામાં મોટી માત્રામાં રોકડ, ઘરેણાં, જમીન અને પ્લોટના કાગળો મળી આવ્યા હતા.

જપ્ત કરાયેલી રોકડ રવિવારે સર્વેલન્સ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ઓફિસે પહોંચી હતી. આ રકમ ગણવા માટે 2 મશીન લગાવવામાં આવ્યા હતા, નોટોની સંખ્યા એટલી હતી કે બંને મશીનો ગણીને થાકી ગયા હતા અને સવારથી સાંજ થઈ ગઈ હતી. આ નોટોને ગણવા માટે 6 કલાકનો સમય લાગ્યો હતો. આ રોકડ રકમ સોમવારે ડીઆઈજીની દેખરેખ હેઠળ ખાતામાં જમા કરવામાં આવશે.

ડ્રગ ઇન્સપેક્ટર ઔર રેઇડ

ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના ઘરે શનિવારે લગભગ 19 કલાક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 4 કરોડ 11 લાખની જ રોકડ મળી આવી હતી. ડ્રગ ઇન્સ્પેક્ટરના ઘરેથી ચાર કરોડ રૂપિયાથી વધુની રોકડની રિકવરી એક રેકોર્ડ છે. આ ઉપરાંત એક કિલો સોનું, જમીનના અનેક કાગળો, બેંકોમાં જમા રકમ અને કેટલાંક ફોર વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. જિતેન્દ્ર કુમારની પહેલી પોસ્ટિંગ ડ્રગ ઈન્સ્પેક્ટર તરીકે 2011માં થઈ હતી. નોકરીમાં જોડાતાની સાથે જ તેણે ભ્રષ્ટાચાર આચર્યો અને માત્ર 11 વર્ષમાં કરોડોની ગેરકાયદે સંપત્તિ બનાવી.

મૂળ બિહારના જહાનાબાદ જિલ્લાના ઘોસી પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાપુર ગામના રહેવાસી જિતેન્દ્ર કુમારે કાળા નાણાથી પટના, ગયા સિવાય ઘણા શહેરોમાં પ્લોટ, મકાન અને ફ્લેટ ખરીદ્યા છે. જિતેન્દ્ર કુમાર વિરુદ્ધ 1.59 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ હવે આ દરોડા પછી આ રકમમાં નોંધપાત્ર વધારો થશે.

દરોડામાં બેનામી મિલકતના કાગળો પણ મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિતેન્દ્ર કુમારના ઘરમાં ગોદરેજની છાજલીઓ ખોલવામાં આવી તો મોટી બેગ મળી આવી જેમાં 500 અને 2000 ઉપરાંત 200 અને 100 રૂપિયાની નોટો રાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.