દોસ્ત દોસ્ત ના રહા….જેવો કિસ્સો રાજકોટમાં બહાર આવ્યો છે. જેમાં વિદેશ ભણવા ગયેલા યુવાનની પ્રેમિકા સાથે તેના મિત્રએ દોસ્તી કરી લેતા વિદેશથી આવેલા યુવાને ગુસ્સામાં મિત્રને છરી ઝીંકી દીધાનું ખુલ્યું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે,શહેરના અમીન માર્ગ રોડ ઉપર રહેતા અને પડધરી ખાતે પાઈપનું કારખાનું ધરાવતા ચિંતન જીવણભાઈ ફ્ળદુ નામના કારખાનેદારના ઘરે જઈ બહાર બોલાવી મિત્રએ છરીના ઘા ઝીકી દેતા પ્રાથમિક સારવાર લીધા બાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીઆઈ ભૂકણ સહિતના સ્ટાફે મવડી હેડ ક્વાટર પાસે રહેતા અને ફરિયાદી સાથે અભ્યાસ કરતા મિત્ર રવી પાડોદરાને ઝડપી લીધો હતો.
પ્રાથમિક કબુલાતમાં પોતે જર્મનીમાં એમબીએનો અભ્યાસ કરે છે પરંતુ લોકડાઉન હોવાથી પરત રાજકોટ આવ્યો છે કોલેજ કાળમાં સાથે અભ્યાસ કરતી એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. બાદમાં પોતે વિદેશ જતો રહ્યો હોય જેથી પ્રેમિકા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને મિત્ર ચિંતને તેની પ્રેમિકા સાથે મિત્રતા કરી લીધી હતી.
ચિંતન સાથે મિત્રતા થઇ ગઈ હોય તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.