દિવસમાં કેટલી વાર સમાગમ માણી શકાય ?? શું આની કોઈ લિમિટ છે ખરી ??

GUJARAT

સમસ્યા : મારી ઉંમર 28 વર્ષની છે અને લગ્નને ત્રણ વર્ષ થયાં છે. હવે અમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યાં છે. મને છેલ્લાં સાત વર્ષથી તમાકુ અને સિગારેટ જેવા અનેક વ્યસનની કુટેવ છે. મારે જાણવું છે મારાં વ્યસનના કારણે આવનાર બાળકને કોઈ નુકસાન તો નહીં પહોંચે ને?

ઉકેલ : કોઇ પણ સ્વરૂપે લીધેલાં તમાકુથી કે અન્ય વ્યસનથી શુક્રાણુઓની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી ઉપર અસર થતી જોવા મળે છે, જેથી કરીને ભવિષ્યમાં પિતા બનવામાં મુશ્કેલીઓ થઇ શકતી હોય છે. આ વ્યસનોનાં કારણે ભવિષ્યમાં જાતીય જીવન ઉપર પણ વિપરીત અસર થતી હોય છે. આ વ્યસનોને કારણે ઇન્દ્રિયની અંદર લોહી પહોંચાડતી નળીઓની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જતી હોય છે, જેને મેડિકલ ભાષામાં એથરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. આના કારણે ઇન્દ્રિયમાં ઉત્તેજના માટે જરૂરી લોહીનો પ્રવાહ આવતો નથી, જેથી ઇન્દ્રિયમાં ઉત્થાન થવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે જે શરીર માટે સારું એ જાતીય જીવન તેમજ પ્રેગનેન્સી માટે પણ સારું. શું આ વ્યસનો શરીર માટે સારાં છે? જે વ્યસન શરીર માટે સારાં ન હોય તો તમારાં આવનાર બાળક માટે કેવી રીતે સારાં હોઈ શકે? સુંદર અને તંદુરસ્ત બાળક માટે તેમજ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણવા માટે આ વ્યસનો તમારે તરત જ છોડી દેવાં જોઈએ.

સમસ્યા : મારી ઉંમર 24 વર્ષની છે. મારે એ જાણવું છે કે દિવસમાં કેટલી વાર સેક્સ કરી શકાય? અને બાળક રાખવા માટે ઓછામાં ઓછું અઠવાડિયામાં કેટલી વાર સેક્સ કરવું જોઇએ? દોડવાની પ્રેક્ટિસમાં હસ્તમૈથુનથી કોઇ આડ અસર થઇ શકે?

ઉકેલ : લોકો સેક્સ બે કારણસર કરતા હોય છે. એક જાતીય સંતોષ મેળવવા માટે અને બીજુ સંતાન માટે. જાતીય આનંદ માટે કેટલીવાર સંબંધ રાખો છો તે અગત્યનું નથી, પરંતુ કેવી રીતે રાખો છો તે મહત્વનું છે. તમે દિવસમાં ચાર વાર સંબંધ રાખો પરંતુ તમને કે તમારા સાથીને જો સંતોષ ન મળતો હોય તો આ જાતીય સંબંધ ઉત્તમ ના કહેવાય, પણ જો તમે અઠવાડિયામાં એક જ વાર સંબંધ રાખતા હો અને તમને પૂરતો સંતોષ મળતો હોય તો તે જાતીય સંબંધ ઉત્તમ કહેવાય. દિવસમાં કેટલી વાર કે અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલી વાર સેક્સ માણવું જ જોઇએ એવો કોઇ નિયમ નથી. જો બંને સાથીઓની ઇચ્છા હોય તો મનમાં આવે તેટલી વાર જાતીય સંબંધ રાખી શકો છો, પરંતુ જો એક સાથીની ઇચ્છા ન હોય કે થાકી ગયા હોય તો જબરદસ્તી ના કરવી જોઇએ. બાળક રાખવા માટે તમારે પત્નીના ર્ફટાઇલ દિવસોમાં સંબંધ રાખવો જોઇએ. આ દિવસો અને અઢારમા દિવસની વચ્ચેના દિવસોમાં કોઇવાર માત્ર એક જ વાર સંબંધ આ દિવસોમાં રાખવાથી બાળક રહી જતું હોય છે, તો અમુક વાર મહિનાઓ લાગી જતા હોય છે. આ તમારા અને તમારા સાથીના રિપોર્ટ ઉપર આધાર રાખે છે. હસ્તમૈથુનથી આપના દોડવાની પ્રેક્ટિસ ઉપર કોઇ જ આડ અસર નહીં થાય. હસ્તમૈથુન એક નોર્મલ સાહજિક પ્રકિયા છે, જે મોટાભાગના પુરષો અને ઘણી સ્ત્રીઓ તેમનાં જીવનમાં કરતાં જ હોય છે.

સમસ્યા : મારી ઉંમર 21 વર્ષની છે. એક વર્ષ પછી મારાં લગ્ન થવાનાં છે. મારી સમસ્યા ખૂબ જ ગંભીર છે. મારુ લિંગ પાતળું છે. મારે તેને જાડું કરવું છે. તો તે માટે શું કરવું જોઇએ? બીજું, મારી ઇન્દ્રિય કઠણ નથી ઢીલી જ રહે છે, માટે તેનો ઉપાય બતાવવા વિનંતી.

ઉકેલ : સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર બેન્ડ જેવો હોય છે. એક આંગળી નાખશો તો તે તેટલો પહોળો થશે, સંભોગ વખતે ઇન્દ્રિયની જાડાઇ જેટલો અને બાળકના જન્મ સમયે બાળકના માથા જેટલો પહોળો થશે. એનો મતલબ સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના ઇન્દ્રિયની જાડાઇ સાથે કોઇ જ નિસ્બત હોતો નથી. છતાં પણ જો આપને જાડાઇ વધારવી જ હોય તો તે માટે ફેટનાં ઇન્જેક્શન લઇ શકો છો, જેના માટે ચોવીસ કલાક હોસ્પિટલમાં રહેવું પડે છે, પણ આમ કરવાથી જાતીય જીવનમાં કે સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી. દરેક પુરુષની ઇન્દ્રિય મોટાભાગના સમયે ઢીલી જ હોય છે. આ અવસ્થામાં તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે, પણ જ્યારે તેમાં ઉત્તેજના આવે કે કડક થાય ત્યારે જ તેનું કામ સંભોગ કરવાનું રહેતું હોય છે, માટે આપને જો આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતાં, સૂતાં કે કોઇપણ અવસ્થામાં એક વાર પણ પૂરેપૂરી ઉત્તેજના આવી હોય તો કોઇ જ ચિંતા કરવા જેવું નથી અને કોઇ જ સારવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *