દિવસમાં ત્રણ વાર ચા પીવાથી કોરોનાથી બચી શકાય? જાણો આ દાવાની હકીકત

COVID 19

કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવ્યો છે, પરંતુ હમણાં ભારતની સ્થિતિ વધારે ગંભીર છે. કોરોનાની બીજી લહેરમાં દરરોજ લગભગ ચાર લાખ કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં અત્યાર સુદી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 2 કરોડ 30 લાખ થઈ ગઈ છે. કોરોનાના કેસમાં સતત થતા વધારાને કારણે હોસ્પિટલોમાં પણ બેડ માટે પડાપડી થઈ રહી છે અને ઓક્સિજનની કમીના કારણે પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે લોકો દેશી નુસખા અજમાવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર દેશી નુસખાના નામે કંઈ પણ વાયરલ થતું હોય છે.

ઈન્ટરનેટ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચા પીવાથી કોવિડના કહેરથી બચી શકાય છે. નવાઈની વાત એ છે કે હજારો લોકો આ પોસ્ટને શેર કરી રહ્યા છે. આ પ્રકારના દાવા મોટાભાગે પોકળ હોય છે અને તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક નથી હોતો. વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર સરકાર તરફથી પણ પ્રતિક્રિયા આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં ન્યુઝપેપરની એક નકલ શેર કરવામાં આવી રહી છે જેના મથાળામાં લખ્યું છે કે, ખૂબ ચા પીઓ અને પીવડાવો. ચા પીવાથી કોરોનાના સંક્રમણને રોકી શકાય છે અને સંક્રમિત વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ શકે છે. જો કઈ વ્યક્તિ દિવસમાં ત્રણ વાર ચા પીશે તો કોરોના તેનાથી દૂર રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરાનાની પહેલી લહેરમાં પણ આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી અને લોકોએ તેના પર ભરોસો કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારની પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ દાવાને ખોટો જણાવ્યો છે. તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, આ દાવો ખોટો છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. નોંધનીય છે કે આ પહેલા પણ પીઆઈબી દ્વારા સોશિયલ મીડિયાના દેશી નુસખાઓ પર આંખ બંધ કરીને ભરોસો ના કરવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.