દીપિકા પાદુકોણે રાઝ પરથી પડદો ઉચક્યો, રણવીર સાથે કેમ લગ્ન કર્યા તેનું રહસ્ય ખોલ્યું

BOLLYWOOD

બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના લગ્નને લઈને રાજ પરથી પડદો ઉઠાવ્યો હતો. તેણે અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કેમ કર્યા, જીવન સાથી તરીજે રણવીરની જ પસંદગી કેમ કરી તેને લઈને ખુલીને કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે જયપુરના એક કાર્યક્રમમાં એવું જણાવ્યું કે રણવીર મને સપોર્ટ કરવાની સાથે સાથે મારા કામનું સન્માન કરતો હોવાથી મેં તેની સાથે લગ્ન કર્યાં છે. આજે રણવીરને જે સફળતા મળી અને જે કમાણી કરે છે તે 7 વર્ષની તુલનાએ ઘણી છે. તે સમયે દીપિકા પાસે ફક્ત રણવીર કરતા જ ઝાઝૂ કામ નહોતું પણ વધારે પૈસા પણ કમાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

અભિનેત્રીએ કહ્યુ હતું કે, ઘણી વાર એવું થતું હતું કે તે એટલી બિઝી બની જતી હતી કે ઘર સુધી આવી શકતી નહોતી પરંતુ આ વાત અમારા સંબંધની વચ્ચે ન આવી શકે. આ વાતે મને અલગ અનુભવ કરાવ્યો અને મેં સંબંધ આગળ વધારવાનો નિર્ણય કર્યો. જાહેર છે કે દીપિકા અને રણવીરે ગત વર્ષે 2018માં જ લગ્ન કર્યા હતાં.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *