દિલની પ્યાસ બુઝાવવા એકાંત શોધતો યુવક યુવતી સાથે આબુ જવા નીકળ્યો, રસ્તામાં જ થયુ એવુ કે દુનિયા લૂંટાઈ ગઈ

GUJARAT

જો આપ યુવાન છો અને પરસ્ત્રી સાથે પ્રેમમાં હોય તો ચેતી જજો. રાજ્યના પાટનગરના યુવાનને પરસ્ત્રી સાથેનો પ્રેમ ભારે પડ્યો. ગાંધીનગરના યુવકને યુવતી સાથે આબુરોડ ફરવા જવું ભારે પડ્યું હતું. તે ગાંધીનગરથી યુવતી સાથે કાર લઈને ફરવા નીકળ્યો હતો. જ્યાં મહેસાણા ઊંઝા હાઇવે ઉપર ફ્રેશ થવા માટે મહિલાએ કાર ઉભી રખાવ્યા બાદ યુવક લૂંટાયો હતો. બે અજાણ્યા શખ્સે ‘મારી પત્ની સાથે કેમ ફરે છે’ તેમ કહી લૂંટ ચલાવી હતી. 3.25 લાખના સોનાના દાગીના અને 3 લાખની ગાડી મળી કુલ 6.25 લાખની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થયા હતા. યુવકે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજયના પાટનગર ગાંધીનગરમાં રહેતા અભિ પટેલ નામનો યુવક એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. આ સુંદર દેખાતી છોકરીના નખરાથી અભિના ચહેરા પર સ્મિત રહેવા લાગ્યુ હતું. અવારનવાર બંને આંખોના ઇશારે વાતો કરતાં, મુલાકાતો પણ વધવા લાગી. વાત વાતમાં પ્રેમની કબુલાત પણ થઇ ગઇ. મળવા માટે બંને એકાંત શોધવા લાગ્યા હતા. જો કે ગાંધીનગરમાં પરિચિત વ્યક્તિઓનો ડરથી જાહેરમાં મળવાનું પ્રેમીઓએ ટાળ્યુ હતી. પરંતુ યુવતીના સ્મિતની અભિની તલપ વધી રહી હતી. આખરે તલપ એટલી વધી કે બંનેએ એક દિવસ માટે આબુ જવાનું નક્કી કર્યુ હતું.

એકમેકના પ્રેમની અભિવ્યક્તિ કરવાનું મન મનાવી લીધુ. આખરે એ દિવસ નક્કી થયો.બંને વહેલી સવારે જ સ્મિતની ગાડીમાં આબુ જવા ઉત્સાહભેર નીકળી ગયા. અભિએ યુવતીનો હાથ પકડી ગાડી જલ્દી આબુ પહોંચે તે રીતે પોતાની કાર ચલાવવા લાગ્યો. યુવતી પણ પોતોનો પ્રેમ સ્મિત માટે જ હોય તેવી રીતે લાગણીઓની અભિવ્યક્તિ કારમાં વ્યક્ત કરી રહી હતી. ગાંધીનગરથી નીકળ્યા બાદ દોઢથી બે કલાક બાદ યુવતીએ એક હોટલ પર ફ્રેશ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અભિએ પણ જુહીનો પડ્યો બોલ ઝીલી પોતાની ગાડી ઊંઝા હાઇવે પરની સારી હોટલ પર ઉભી રાખી. જો કે આ પ્રેમમાં રાચતાં અભિના ચહેરા પરથી સ્મિત ઉડી ગયુ હોય તેવી ઘટના બની. ગાડી ઉભી રહેતા જ અજાણ્યા બે કદાવર વ્યક્તિઓએ યુવક પાસે આવીને અપશબ્દોનો વરસાદ કર્યો. રાહુલ કશુ પણ સમજે તે પહેલા અજાણ્યા શખ્સે ‘પોતાની પત્ની સાથે શુ કામ ફરી રહ્યો છે’ તેવા શબ્દો ઉચ્ચારી અભિને ગડદાપાટુનો માર વરસાવ્યો હતો.

જો કે આ મારની અસર અભિને થાય તે કરતાં વધારે ‘મારી પત્ની સાથે કેમ ફરી રહ્યો છે’ તે શબ્દો જ કાનમાં ગુજી રહ્યા હતા. અભિ બેબાકળો બન્યો. કશું સમજે તે પહેલા જ અભિએ પહેરેલુ સોનાની ચેન, વીંટી અને કાર લઇ અજાણ્યા લોકો ગાયબ બન્યા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ પણ આખરે મહેસાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી. ઘટના બાદ અભિએ કહ્યુ ક, મે કરેલી ભુલ તમે ન કરતાં પરસ્ત્રી સાથે પ્રેમ ન કરતાં.

Leave a Reply

Your email address will not be published.