દિલ્હી વિધાનસભાની નીચે સુરંગની અફવા સાચી નીકળી, લાલ કિલ્લા સુધીનો ગુપ્ત રસ્તો મળ્યો

nation

દિલ્હી વિધાનસભામાં ગુરૂવારે સુરંગ જેવી સંરચના મળી આવી છે. દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે, સુરંગ વિધાનસભાને લાલ કિલ્લાથી જોડે છે અને સ્વતંત્રતા સેનાનિયોની અવરજનર સમયે અંગ્રેજો દ્વારા લોકોના ગુસ્સાથી બચવા માટે તેનો ઉપીયોગ કરતો હતો. સ્પીકર રામ નિવાસ ગોયલે કહ્યું,’જ્યારે 1993માં વિધાસભા બની તો અહિંયા રહેલી એક સુરંગ વિશે અફવા ઉડી હતી કે તે લાલ કિલ્લા સુધી જાય છે અને મેં તેના ઇતિહાસની શોધ કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેના પર કોઇ સ્પષ્ટતા થઇ નહીં.’

સ્પીકર રામ નિવાસ ગોયલે કહ્યું,’હવે અમને સુરંગ મળી ગઇ છે પરંતુ અમે તેને આગળ નથી ખોદી રહ્યા કારણ કે મેટ્રો પરિયોજનાઓ અને સીવર સ્થાપનાના કારણે સુરંગના તમામ રસ્તાઓ નષ્ટ થઇ ગયા છે.’ વધુમાં તેમણે જણાવ્યું કે, જે ભવનમાં દિલ્હી વિધાનસભા છે, તેના 1912માં રાજધાનીના કોલકાતાથી દિલ્હી સ્થાનાંતરિત કર્યા બાદ કેન્દ્રીય વિધાનસભા સરીકે ઉપયોગ કરાયો હતો. બાદમાં 1926માં એક અદાલતમાં બદલી દેવામાં આવી હતી અને અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાનીયોને અદાલતમાં લાવવા માટે સુરંગનો ઉપયોગ કર્યો હતો.

સ્પીકર રામ નિવાસ ગોયલે કહ્યું કે, અમે લોકો અહીંયા ફાંસીના ઓરડા વિશે જાણીએ છીએ, પરંતુ તેને ક્યારેય ખોલ્યો નથી, હવે આઝાદીનું 75મું વર્ષ હતું અને મે તે ઓરડાના નિરિક્ષણનો ફેંસલો કર્યો, અમે તે ઓરડાને સ્વતંત્રતા સેનાનીયોના મંદિર તરીકે બદલવા માંગીએ છીએ, જેથી તેઓને શ્રદ્ધાંજલિ આપી શકીએ.

વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે, દેશના આઝાદી સાથે સંકળાયેલ દિલ્હી વિધાનસભાના ઇતિહાસને જોતા તેમનો ઇરાદો આગામી સ્વતંત્રતા દિવસ સુધી પર્યટકો માટે ફાંસીનો ઓરડો ખોલવાનો છે અને તે માટે કામ શરૂ પણ થઇ ગયું છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં આ સ્થાનનો ખુબ જ સમૃદ્ધ ઇતિહાસ છે, અમે તેને આ પ્રકારે પુનર્નિર્મિત કરવાનો ઇરાદો રાખીએ છીએ કે પર્યટક આપણા ઇતિહાસનું પ્રતિબિંબ પ્રાપ્ત કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *