દીકરાના મોંમાં ‘કાણું’ જોઈને હોસ્પિટલ દોડી ગઈ મા, ડોક્ટરની વાત સાંભળીને ચોંકી

WORLD

મા પોતાના બાળકને લઈને હંમેશા ચિંતિત રહેતી હોય છે. તેમાય જો બાળક નાનું હોય અને તેને કંઈક થઈ જાય તો માનો જીવ અધ્ધર થઈ જાય છે. મા બાળકને સહેજ પણ પીડા કે દુઃખમાં જોઈ શકતી નથી. બાળકને થોડી પણ ઈજા પહોંચે તો તે તરત તેને લઈને હોસ્પિટલે દોડી જતી હોય છે. ઈંગ્લેન્ડના એસેક્સમાં (Essex)રહેતી 24 વર્ષની બેકી સ્ટાઈલ્સ (Becky Stiles)અને તેના 10 મહિનાના દીકરા હાર્વેનો (harvey)કિસ્સો પણ કંઈક આવો છે. જ્યારે બેકી દીકરા હાર્વેનું ડાયપર બદલી રહી હતી,

તો તેની નજર અચાનક દીકરાના મોંમા ગઈ હતી. દીકરાના મોંમા રહેલું ‘કાણું’ જોઈને તે ગભરાઈ ગઈ હતી અને ડરથી ધ્રૂજવા લાગી હતી. બાદમાં તે તાત્કાલિક તેના દીકરાને લઈને હોસ્પિટલ લઈ ગઈ હતી, ત્યાં નર્સે જે કહ્યું તે સાંભળીને બેકી શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી તેમજ ત્યાં ઉપસ્થિત તમામ લોકો પણ હસવા લાગ્યા હતા.

સમગ્ર કિસ્સા વિશે વાત કરતાં બેકી સ્ટાઈલ્સે (Becky Stiles)કહ્યું કે, ‘જ્યારે હું હાર્વેનું ડાયપર બદલી રહી હતી ત્યારે મને તેના મોંની અંદરના ઉપરના ભાગમાં એક કાણું જેવું દેખાયું. મેં તેને સ્પર્શવાનો પ્રયાસ કર્યો ત્યારે હાર્વે મોટે-મોટીથી બૂમો પાડવા લાગ્યો હતો. બાદમાં હું તરત જ દોડીને તેના પિતા પાસે ગઈ હતી અને તેને તપાસવા માટે કહ્યું હતું. હાર્વેના મોંમા કાણું જોઈને હું ધ્રૂજવા લાગી હતી અને મને ડરના કારણે પરસેવો વળી ગયો હતો. આ સિવાય મારા આંસુ રોકાઈ રહ્યા નહોતા. મેં તેના મોંની અંદર ટોર્ચ કરીને પણ જોયું હતું’.

‘મેં તરત જ મારા મમ્મી અને પપ્પાને કોલ કર્યો હતો. તેમણે મને હાર્વેને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. તેથી, અમે અમારા બંને મોટા બાળકોને તેમના દાદા-દાદી પાસે મૂકીને, 30 મિનિટનું અંતર કાપીને હોસ્પિટલ પહોંચ્યા હતા. મેં મારા પરિવાર પક્ષના દરેક વ્યક્તિને ફોન કરીને જાણ કરી દીધી હતી તેમજ તેમને ફોટો પણ મોકલ્યો હતો. મેં મારા પતિના સંબંધીઓને પણ આ વિશે જણાવ્યું હતું’, તેમ બેકી સ્ટાઈલ્સે ઉમેર્યું.

તેણે વધુમાં કહ્યું કે, ‘હોસ્પિટલમાં જ્યારે અમારો વારો આવ્યો ત્યારે કેટલીક નર્સ હાર્વેને બીજા વોર્ડમાં રેફર કરવાની વાત કરી રહી હતી. પરંતુ એક નર્સે કહ્યું કે, મને જોવા દો. આશરે 30 સેકન્ડ બાદ તેણે કહ્યું કે, તે તો સ્ટીકર છે. તેમ છતાં મૂર્ખની જેમ હું તેને કહેતી રહી કે, તમે સરખું જુઓ, તે સ્ટિકર નથી કાણું છું. તેણે તેની આંગળી હાર્વેના મોંમા નાંખીની સ્ટીકર બહાર કાઢ્યું હતું. શરુઆતમાં તો મને હસવું આવ્યું હતું અને બાદમાં થોડી શરમ પણ આવી હતી. મને એટલી રાહત થઈ હતી કે જો કોરોના ન હોત તો હું તે નર્સને ભેટી પડી હોત’.

‘હું, મારો પતિ અને હાર્વે કાર દ્વારા ઘરે જતી વખતે ખૂબ જ હસ્યા હતા. કારમાં બેસીને મેં તમામ સંબંધીઓને ફરીથી ફોન કર્યો હતો અને મારા દીકરાના મોંમાં કાણું નહીં પરંતુ સ્ટીકર ચોંટી ગયું હોવાનું જણાવ્યું હતું’, તેમ અંતમાં બેકી સ્ટાઈલ્સે જણાવ્યું

Leave a Reply

Your email address will not be published.