ધૂળેટીના દિવસે બે મિત્રોએ મળી યુવકને દારૂ પીવડાવી પ્રાઇવેટ પાર્ટમાં ભરાવી દીધું વેલણ ને પછી……

GUJARAT

ગાઝિયાબાદના બહાદુરગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક ગામમાં દારૂના નશામાં બે મિત્રોએ એક યુવક સાથે કુકર્મ કર્યું. વધારે રક્તસ્ત્રાવના કારણે મેરઠની હોસ્પિટલમાં યુવકનું મોત થયું. જે બાદ પરિવારજનોએ મૃતદેહને બહાદુરગઢ પોલીસ સ્ટેશન લાવીને હંગામો કર્યો. પોલીસના આશ્વાસન પર પરિવારજનો શાંત પડ્યા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

બહાદુરગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આતાં એક યુવકે પોલીસને જણાવ્યું તે પરિવાર સાથે નોયડામાં રહે છે. તેનો નાનો ભાઈ ગામમાં એકલો રહે છે. ધૂળેટીના દિવસે સાંજે 8 કલાકે તેનો ભાઈ મકાનમાં ચીસો પાડતો હતો, તેનો અવાજ સાંભળીને પડોશી ત્યાં આવ્યા હતા. જ્યાં તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. આ અંગે પડોશીએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે પહોંચીને તેના ભાઈની પૂછપરછ કરી. જેમાં તેણે જણાવ્યું કે, બે મિત્રોએ નશીલો પદાર્થ પીવડાવી શરાબના નશામાં તેની સાથે કુકર્મ કર્યું. તેમણે લાકડાનું વેલણ તેના પ્રાઇવેટ પાર્ટમાં ભારવી દીધું. તેણે ચીસો પાડતાં પડોશીઓને આવતાં જોઈ બંને આરોપી ભાગી ગયા. પોલીસે તેના ભાઈને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે મેરઠ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

યુવકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને ક્રોધિત થઈ ગયેલા ગ્રામ લોકો શબને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં તેમણે હંગામો કરીને આરોપીને પકડવાની માંગ કરી. પોલીસે ટિંકુ ઉર્ફે રૂપેશ અને રાહુલ સામે કુકર્મ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બંને આરોપીને પકડી આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.