ધોરણ 8ની વિદ્યાર્થિનીને અડપલા કરનારા શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

GUJARAT

કપોદ્રા વિસ્તારની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય શાળાના શિક્ષકે 11 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થિની વર્ગમાં અભ્યાસ કરતી હોય, ત્યારે નરાધમ શિક્ષક સગીરના વક્ષ સ્થળ, સાથળ અને પીઠના ભાગે હાથ ફેરવી પીસાચી આનંદ માણતો હતો. આ બાબતની ફરિયાદ પગલે કપોદ્રા પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કપોદ્રાના એકે રોડ પર આવેલી જગદગુરુ વલ્લભાચાર્ય વિદ્યાધામ સ્કૂલમાં ભણતી 11 વર્ષની સગીરા સ્કૂલમાં જવાનો ઈન્કાર કરતી હોવાથી તેની દાદીએ પૂછપરછ કરી હતી. જેમાં તેણીએ પોતાના વર્ગ શિક્ષક નિરવ વૈષ્ણવ વિરુદ્ધ સંગીન આક્ષેપ કર્યા હતા.

વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે, ચાલુ ક્લાસ દરમિયાન શિક્ષક તેની પાસે આવતો અને વક્ષ સ્થળ, સાથળ અને પીઠના ભાગે હાથ ફેરવતો હતો. થોડા દિવસ પહેલા પણ શિક્ષકે બદઈરાદે અશ્લીલ હરકત કરતાં ડરી ગયેલી સગીરાએ ઘરે આવીને પિતાને સઘળી હકીકત જણાવી હતી. આ બાબતે શાળાના આચાર્યને પણ વાસ્તવિક્તાથી વાકેફ કર્યા બાદ કપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.

કપોદ્રા પોલીસ મથકમાં પીડિત સગીરાએ ચાઈલ્ડ વેલફેર અધિકારીની હાજરીમાં શિક્ષકની કરતૂતનો પર્દાફાશ કર્યો હતો. જે બાદ પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે. (પ્રતિકાત્મક ઈમેજ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *