ધો.12ના વિદ્યાર્થીએ છોકરીનું ખોટુ એકાઉન્ટ બનાવી તેના ભાઈને મોકલ્યા ગંદા મેસેજ

GUJARAT

આજે મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ કરતા હોય છે. સાથે જ વિવિધ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયા કેટલું ઘાતક હોઈ શકે છે એનું એક ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ધોરણ 12માં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આ છોકરા પર તેના જ ક્લાસમાં ભણતી એક 17 વર્ષીય છોકરીનું ખોટુ એકાઉન્ટ બનાવી તેને હેરાન પરેશાન કરતો હોવાનો આરોપ છે.

સુરત સાયબર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી વિદ્યાર્થીએ પીડિત વિદ્યાર્થિનીનો ફોટો વાપરીને ઈન્સ્ટાગ્રામ પર ખોટુ એકાઉન્ટ બનાવ્યું હતું. બાદમાં બદલો લેવા માટે તણે વિદ્યાર્થિનીના ભાઈને ગંદા ગંદા મેસેજ મોકલવાનું શરૂ કર્યુ હતુ. આ જોઈને વિદ્યાર્થિનીનો ભાઈ પણ ડઘાઈ ગયો. કારણ તેની બહેને તેની સાથે આ ફાટો શેર કર્યા નહોતા. જે બાદ પોલીસે રાઠોડ નામના આ વિદ્યાર્થીનો મોબાઈલ ટ્રેસ કરીને તેને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થિની એક જ ધોરણમાં સાથે અભ્યાસ કરે છે. એક દિવસે આરોપીએ વિદ્યાર્થિનીને તેનો ફોટો શેર કરવા માટે કહ્યું હતુ, પરંતુ તેણીનીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જે બાદ તેના મનમાં બદલાની ભાવના ઉઠી હતી. એટલે તે ત્યારથી તેને હેરાન પરેશાન કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. આરોપીએ તેની સ્કૂલના ગ્રૂપ ફોટોમાંથી વિદ્યાર્થિનીનો ફોટો કોપી કર્યો. બાદમાં તેણે આ ફોટાના આધારે ઈન્સ્ટાગ્રામ પર ફેક આડી બનાવ્યું.

તેણે આ વિદ્યાર્થિનીના નામે એકાઉન્ટ બનાવ્યા બાદ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેના જ ભાઈને ગંદા ગંદા મેસેજ મોકલવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીનો ભાઈ આ ચેટ મેસેજ જોઈને આશ્ચર્ય પામ્યો હતો. એ પછી તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી આરોપી વિદ્યાર્થીને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *