ભણતરને ભાર સમજીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફ્ઈલ થવાની બીકે ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે ત્યારે અગાઉ બોર્ડની પરીક્ષા ટાણે ત્રણેક છાત્રોના આપઘાતના બનાવો નોંધાયા બાદ માંડાડુંગરની ન્યુ તિરૂમાલા સોસાયટીમાં રહેતી અને તાજેતરમાં ધોરણ 10ની પરીક્ષા આપનાર છાત્રાએ ફ્ઈલ થવાની બીકે ફસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આજી ડેમ ચોકડી નજીક ન્યુ તિરૂમાલા સોસાયટીમાં રહેતી પ્રિયંકા આશિષભાઈ ભગોરા ઉ.16 નામની બાળાએ છતના હુંકમાં દોરી બાંધી ગળાફસો ખાઈ આપઘાત કરી લેતા 108નો સ્ટાફ્ દોડી ગયો હતો અને જોઈ તપાસી મૃત જાહેર કરતા આજી ડેમ પોલીસના સ્ટાફ્ દોડી જઈ મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડી તપાસ કરતા મૃતક ત્રણ બહેન અને એક ભાઈમાં મોટી હોવાનું અને પિતા ફસ્ટફૂડનો સ્ટોલ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે
વાસણ ઘસવા બાબતે પતિએ ઠપકો આપતા મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાધો
પ્રિયંકાએ તાજેતરમાં બોર્ડની પરીક્ષા આપી હોય બે પેપર કદાચ નબળા ગયા હતા જેથી પરીક્ષા બાદ ચિંતામાં રહેતી હતી અને ફ્ઈલ થવાની બીકે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે મોટી દીકરીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.