ધનવાન થવું છે ? તો જોઈ લો કુંડળીમાં છે આ આ 7 યોગ માંથી કોઈ એક

DHARMIK

વ્યક્તિ ગમે તટેલા ધમપછાડા કરે પણ કહેવત છે કે સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને કઈં નથી મળતું. જો તમે પણ ધનવાન થવા ઈચ્છતા હોય તો તમારી કુંડળીમાં ધનવાન થવાના યોગો જરૂરી છે. જો કુંડળીમાં યોગ ન બનતા હોય તો લાખ મહેનત કરો છતાં બે પાંદડે થવાતું નથી. જો ધનવાન થવાનું નસીબમાં લખ્યું હોય તો માણસ રસ્તે પડેલી ધૂળમાંથી પણ કમાય છે. એ માટે જન્મકુંડળીમાં યોગો જોઈએ. કુંડળી એ વ્યક્તિના જીવનમાં શું છે અને શું નહિં તે સચોટ રીતે કહી બતાવે છે. જો તમારી કુંડળીમાં નીચે આપેલા સાત યોગો પૈકી કોઈ એક યોગ પણ થતો હશે તો તમે ચોક્કસ ધનવાન થશો જ. જો આ યોગો પૈકી કોઈ એક યોગ પણ હોય તો તમારા નસીબમાં પૈસો છે જ. જો અત્યારે ન હોય તો સમજી લેવું કે વાર છે સમયની. સમય હજી આવ્યો નથી. બાકી તમારો સિતારો ચમક્યાં વગર નહિં રહે.

સામાન્ય રીતે ધન વિશેની જાણકારી વ્યક્તિના બીજા સ્થાન પરથી મળે છે. આમછતાં છઠ્ઠું નોકરી સ્થાન, સાતમું જાહેર જીવન, નવમું ભાગ્ય સ્થાન, દસમું કર્મ સ્થાન, બારમું વિદેશ અને વ્યય સ્થાનને પણ અવગણી ન શકાય. માટે કુંડળીમાં સર્વગ્રાહી રીતે વિચાર કરવો જરૂરી છે. આ ઉપરાંત જીવનમાં ક્યાં ગ્રહની મહાદશા ક્યારે આવે છે તે પણ સમય બાબતે એક નિર્ણાયક બાબત નિવડે છે. તો ખાસ કરીને ગોચર( એટલે કે હાલના આકાશી ગ્રહોની સ્થિતિ અને થતાં યોગ-વિયોગ)એ વ્યક્તિના જીવનમાં ધન વિશેની માહિતી આપે છે. આજે આપણે જન્મકુંડળીમાં બીજા સ્થાનને ધ્યાનમાં લઈને થતાં યોગો વિશે જાણીશું.

1. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં દ્વિતીય ભાવમાં શુભ ગ્રહ સ્થિત હોય અથવા આ ભાવ પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો તે યોગ વ્યક્તિને ધનવાન બનાવે છે.
2. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં આ ભાવમાં બુધ હોય અને તેના પર ચંદ્રની દ્રષ્ટિ હોય તો તે વ્યક્તિ હમેશા ગરીબ જ રહે છે. મહેનત કરવા છતાં ક્યારેય ધન સંચય કરી શકાતું નથી. પણ જો બુધ સાથે શુક્ર હોય અને ગુરુ જોતો હોય તો વ્યક્તિ ક્યારેય પૈસા સંબંધી બહુ મુશ્કેલી ભોગવતી નથી. જરૂરિયાત પ્રમાણે પૈસા આવીને મળે જ છે. આ ઉપરાંત જો બીજે સૂર્ય હોય તો પણ વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે. પૈસા આવે જ છે.

3. કુંડળીના બીજા ભાવમાં ચંદ્ર હોય તો તે વ્યક્તિને અત્યંત ધનવાન બનાવે છે. તેને વિના મહેનતે બધી જ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. સ્થાન વૃદ્ધિ કરો ઈતિ શનિ એ યુક્તિએ બીજા સ્થાનમાં શનિ હોય તો પણ વ્યક્તિ પાસે ધન-જર-જમીન હોય છે.
4. બીજા ભાવમાં કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો તે વ્યક્તિ નિર્ધન હોય છે. મહેનત કરવા પછી પણ તેમને પૈસાની તંગી ભોગવવી પડે છે.

5. બીજા ભાવમાં ચંદ્ર સ્થિત હોય અને તેના પર નીચના બુધની દ્રષ્ટિ પડી રહી હોય તો તે વ્યક્તિના પરિવારમાં પણ ધનની સમસ્યા રહે છે. આ બાબતે ધ્યાન રાખવું કે ચંદ્રની આજુબાજુના બે ખાના ખાલી હોય તો એવી સ્થિતિ ખાસ બને છે. જો આજુ બાજુના ખાનામાં કોઈપણ ગ્રહ હોય(ભલેને પછી રાહુ કેમ ન હોય)વ્યક્તિ પાસે પૈસો આવે છે.

6. જો કુંડળીમાં બીજા ભાવમાં ચંદ્ર એકમાત્ર ગ્રહ હોય તે વ્યક્તિ આજીવન ગરીબ રહે છે. આવા લોકોને જીવનભર મહેનત કરવી પડે છે તેમ છતાં તે ધન પ્રાપ્ત કરી શકતાં નથી.
7. જો જન્મ કુંડળીમાં સૂર્ય અને બુધ બીજા ભાવમાં હોય તો તે જાતક પાસે પૈસા આવે તો છે પણ તેના હાથમાં તે ટકતા નથી.પણ જો આ યુતિ પર દસમે, આઠમે કે છઠ્ઠે રહેલો ગુરુ જોતો હોય તો વ્યક્તિ ધનવાન બને છે.

Leave a Reply

Your email address will not be published.