દેવીના સેવક એવા ઉંદરને અહીં ખાસ નામ સાથે ચઢે છે વિશેષ ભોગ

DHARMIK

બીકાનેરના કરણી માતાના મંદિરમાં દેવીને પ્રસાદ ચઢાવ્યા બાદ તેની પર પહેલો અધિકાર ઉંદરનો રહે છે. અહીં જો તમને સફેદ ઉંદર દેખાય તો તમારી મનોકામના જલ્દી પૂરી થાય છે. આ ચમત્કારિક ઉંદર અને તેને ચઢતા ખાસ ભોગ વિશે પણ જાણો. કરણી માતાના મંદિરમાં અનેક ઉંદરો નિવાસ કરે છે.

દેવીના સેવક મનાય છે ઉંદર, આ નામથી બોલાવે છે ભક્તો

સનાતન પરંપરામાં ઉંદરને ભલે ગણપતિની સવારી માનવામાં આવે પણ આ વિશ્વનું એકમાત્ર દેવી મંદિર છે જ્યાં ઉંદરનો સંબંધ દેવી સાથે છે. અહીં ઉંદરને લોકો કાબા કહીને બોલાવે છે. મંદિરમાં 20-25 હજારથી વધારે ઉંદર રહે છે. પણ કોઈ પણ શ્રદ્ધાળુઓને તે નુકસાન કરતા નથી. તેમાં પણ જો કોઈને સફેદ ઉંદર દેખાય તો માન્યતા અનુસાર તેમની મનોકામના જલ્દી પૂરી થાય છે.

મંદિરમાં ઉંદરોને ચઢે છે ભોગ

માતાને ચઢાવાયેલો પ્રસાદ ઉંદરોને ભોગ રૂપે અપાય છે. અહીં એક મોટી થાળીમાં શિંગ અને દૂધ અપાય છે. માતાને ચઢેલા પ્રસાદ પર પહેલો અધિકાર આ ઉંદરોનો રહે છે.

આવી છે મંદિર સાથેની માન્યતા

કહેવાય છે કે કરણી માતાના અવતરણને વિશે લોકોની માન્યતા લગભગ સાડા 600 વર્ષ પહેલાની છે. અહીં માતાએ એક ચારણ પરિવારમાં બાલિકા રિધુબાઈના રૂપમાં જન્મ લીધો હતો. માતના મંદિરમાં પૂજા અર્ચના પણ ચારણ લોકો દ્વારા કરાય છે. પછી તે કાબા પોતાના મોત બાદ કોઈ ચારણ પરિવારમાં જન્મ લે છે. આ કારણ છે કે કાબા કે ઉંદરને મંદિરની અંદર આદર સાથે જોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *