દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ કરી દીધી એવી ભૂલ કે….ખુલ્લેઆમ માંગવી પડી માફી

nation

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ઘણી વખત પોતાની પ્રોફેશનલ અને ક્યારેક પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. તેઓ તેમના આગામી રિયાલિટી શો ‘ધ એક્ટિવિસ્ટ’ ને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. તે પોપ સ્ટાર અશર અને અભિનેત્રી-ડાન્સર જુલિયન હાફ સાથે આ શોને હોસ્ટ કરવાની છે, પરંતુ આ શો શરૂ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે. આ અંગે અભિનેત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

ખરેખર પ્રિયંકાનો શો એક પ્રકારનો રિયાલિટી શો છે, જેનો ઉદ્દેશ વિવિધ કાર્યકર્તાઓને એકબીજા સામે ઉભો કરવાનો છે, જેથી તેઓ તેમના સેવાકીય કાર્યોને પ્રોત્સાહન આપી શકે. આ શોમાં 6 સ્પર્ધકો ભાગ લેશે અને અલગ ટીમ તરીકે લડશે. આ દરેકનો સક્સેસ રેટ ઓનલાઇન એંગેજમેંટ દ્વારા માપવામાં આવશે. જો કે, એક્ટિવિઝમને પૈસા માટે આટલું તુચ્છ ન બનવવા માટે લઇને સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવામાં આવી રહી છે.

પ્રિયંકાને આ અંગે માહિતી મળી કે શોના કારણે તેની ટીકા થઈ રહી છે. આ પછી જ તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને માફી માંગી છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું – ગયા અઠવાડિયે તમારા અવાજની શક્તિ જોઈને હું પ્રભાવિત થઇ. એક્ટિવિઝમ હંમેશા તેના કારણો અને અસરો દ્વારા સશક્ત કરવામાં આવી છે અને જ્યારે લોકો ભેગા થાય છે અને કોઈ મુદ્દે અવાજ ઉઠાવે છે ત્યારે તેની હંમેશા અસર પડે છે. તમને સાંભળવામાં આવ્યા છે.

વધુમાં તેણે કહ્યું કે શોએ તેને ખોટી રીતે લીધો અને હું માફી માંગુ છું કારણ કે મેં આ શોનો ભાગ બનીને ઘણા લોકોને નિરાશ કર્યા છે. અમારો ઉદ્દેશ હંમેશા આ વિચાર પાછળના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને તેનો એક્શન અને અસરને પ્રકાશિત કરવાનો રહ્યો છે. મને એ જાણીને આનંદ થયો કે તેમની વાર્તાઓ આ નવા ફોર્મેટમાં હાઇલાઇટ થઈ રહી છે. હું એવી સંસ્થા સાથે જોડાઈને ખુશ છું જે જમીન પરની વસ્તુઓ સમજે છે, જાણે છે કે ક્યારે અટકવું અને ક્યારે ફરી શરૂ કરવું.

અભિનેત્રીએ અંતમાં લખ્યું હતું કે, એક્ટિવિસ્ટની એક ગ્લોબલ કોમ્યુનીટિ છે જે વિશ્વમાં પરિવર્તન લાવવા માટે દરરોજ પોતાનું લોહી, પરસેવો અને આંસુ વહાવે છે, પરંતુ ઘણીવાર તેમના શબ્દો લોકો માટે ઉપલબ્ધ નથી. તેમનું કાર્ય ઘણું મહત્વનું છે અને તેને માત્ર માન્યતા જ મળવી જોઈએ નહીં, પરંતુ તેની ઉજવણી પણ થવી જોઈએ. તમારા બધાનો આભાર કે જેમણે આ બધું કર્યું.

પ્રિયંકાએ આ પોસ્ટ દ્વારા ફેન્સના ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેના અંદાજથી ખુશ નથી. આ પછી પણ, ફેન્સ શાંત દેખાતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *