દેશમાં 80,000 કરોડ રૂપિયાનું કોઇ દાવેદાર ન મળતા આ વ્યક્તિએ સમસ્યાનું સમાધાન જણાવ્યું

social

ગત દિવસોમાં EPFOS એ જણાવ્યું હતું કે PF એકાઉન્ટમાં લગભગ 26,497 કરોડ રૂપિયા જમા છે. જેનું કોઇ દાવેદાર નથી અને આ રકમ ધીરે-ધીરે વધી રહી છે. આ પ્રકારે જ બેંકમાં ઘણા પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે, જેની મેચ્યોરિટી બાદ તેના કોઇ દાવેદાર સામે નથી આવી રહ્યા. આ પ્રકારે કુલ 80 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ક્લેમ વિનાની પડી છે.

હવે બ્રોકિંગ ફર્મ Zerodhaના કો-ફાઉન્ડર નિતિન કામતે આ સમસ્યાનું સમાધાન જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ઘણા લોકોએ નોમિની નહી જોડતા બેંક, ડીમેટ અને અન્ય ખાતામાં 80,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ક્લેમ કર્યા વિના પડી છે.

નિતિન કામતે જણાવ્યું કે, આ સમસ્યાને જોતા જીરોધાએ એક એલર્ટ ફિચર શરૂ કર્યું છે. જે ડીમેટ એકાઉન્ટ એક્ટિવ ન રહેતા નોમિનીને તેની સુચના આપશે. કામતે આશા વ્યક્ત કરી છે કે, બેંક અને અન્ય ઓનલાઇન બ્રોકરેજ કંપની પણ આ ફિચરને અપનાવશે. જેનાથી ક્લેમ વગરની રકમનું નિરાકરણ આવી જશે.

ખરેખર Zerodhaએ પોતાના કસ્ટમર્સને એક ખાસ સુવિધા આપી છે, જે અંતર્ગત એકાઉન્ટ હોલ્ડર પોતાના ખાતામાં નોમિનીને ઓનલાઇન જોડી શકે છે અથવા તેમા ફેરબદલ કરી શકે છે. માત્ર આટલું જ નહીં. જો કોઇ ડીમેડ એકાઉન્ટ એક વર્ષ સુધી ટ્રાંઝેક્શન ન થવાના કારણે એક્ટિવ નથી રહેતું તો તેની જાણકારી SMS અથવા ઇ-મેલ દ્વારા નોમિનીને આપવામાં આવશે.

નિતિન કામતનું કહેવું છે કે, ક્લેમ વગરની રકમના દાવેદાર નહી હોવાનું પ્રમુખ કારણ એવું પણ હોઇ શકે કે, નોમિનીને આ વિશે જાણકારી ન હોય. માટે જીરોધાએ એલર્ટ ફીચર શરૂ કર્યું છે. જેથી આવી સ્થિતિમાં તમામ કસ્ટમર્સ નોમિની સુધી જાણકારી પહોંચાડી શકે.

નોંધનિય છે કે, દેશમાં EPFOની પાસે લગભગ 26,497 કરોડ રૂપિયા, તમામ બેંક ખાતાઓમાં 18,381 કરોડ રૂપિયાસ મ્યુચ્યુઅલ ફંડમાં 17,880 કરોડ રૂપિયા અને વીમા કંપનીઓ પાસે ક્લેમ વિનાના 15,167 કરોડ રૂપિયા પડ્યા છે. મેચ્યોર થઇ ચૂકેલ ડીપોઝિટમાં ક્લેમ વિનાના 4,820 કરોડ રૂપિયા જમા છે.

Leave a Reply

Your email address will not be published.