દેશી ઘીથી પણ વાળ થશે લાંબા અને મજબૂત, આ રીતે કરો તેનો ઉપયોગ

helth tips

વાળ ખરવા આજના સમયમાં સામાન્ય સમસ્યા બની ગઇ છે. જેના માટે તમે અનેક પ્રોડક્ટ પણ ઉપયોગ કરતા હશો. પરંતુ તેના માટે અનેક વખત તમે રિએક્શન પણ થઇ જાય છે. ખાસ કરીને લોકો સફેદ વાળ અને વાળ ખરવાના કારણે પ્રદુષણ અને તણાવને માને છે. પરંતુ જો વાળ ખરવાને લઇને પરેશાન છે તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. જેનાથી તમે વાળને રેશમી અને મજબૂત બનાવી શકો છો.

પરંતુ ક્યારેક તમે વાળ પર દેશી ઘી લગાવવા અંગે સાંભળ્યુ હશે. દેશી ઘીથી વાળને મસાજ કરવાથી વાળ હેલ્ધી અને મજબૂત બને છે. તે સિવાય અન્ય કેટલાક ફાયદા અને સમસ્યા દૂર થઇ શકે છે.

દેશી ઘી વાળમાં લગાવવાથી થતા ફાયદા

– જો તમને વાળમાં ખોડો થઇ ગયો છે તો વાળના મૂળમાં ઘી અને બદામના તેલની માલિશ કરવાથી જલદી ખોડાથી તમે છૂટકારો મળી શકે છે. તેનાથી માથામાં ડ્રાયનેસ પણ રહેતી નથી.

– તમારા વાળને પોષણની ઉણપથી બરછટ થઇ રહ્યા છે તો તમે ઘીથી મસાજ કરીને આ ઉણપને દૂર કરી શકો છો. ઘી તમારા વાળ માટે ફાયદાકારક હોય શકે છે.

– જો તમે લાંબા વાળ મેળવવા માંગો છો તો વાળમાં ઘીની માલિશ કરો અને તેમા આંબળા કે રસ મિક્સ કરીને લગાવો. 15 દિવસમાં એક વખત આ ઉપાય કરવાથી વાળ લાંબા અને સુંદર બને છે.

– વાળને મુલાયમ બનાવીને ગૂંચથી બચાવવા માંગો છો તો તેનો ઉપયોગ જૈતુનના તેલની સાથે તેનો ઉપયોગ કરી શકો છો. જેથી તમારા વાળમાં ગૂંચ નહીં થાય.

– વાળને પ્રાકૃતિક ચમક આપવા માટે ઘીને નવશેકુ ગરમ કરો અને 20 મિનિટ સુધી માલિશ કર્યા બાદ તેમા લીંબુનો રસ લગાવીને રાખી મૂકો. 10 મિનિટ બાદ તેને ધોઇ લો. જેથી વાળમાં ચમક આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *