દેશ-વિદેશમાં વસતા NRIઓ માટે ખુશખબર: ગુજરાતમાં વતન પ્રેમ યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

GUJARAT

ગુજરાતમાં વતન પ્રેમ યોજનાને લઈને રાજ્યના સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં NRIઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વિદેશમાં વસતા NRI પોતાના ગામના વિકાસ માટે રકમ આપી શકશે. કોઈપણ NRIને પોતાના ગામનો વિકાસ કરવો હશે તો 60% રકમ અને 40% રકમ સરકાર આપશે. રાજ્ય સરકારે ડિસે. 2022 સુધી રૂપિયા 1000 કરોડના કામ કરવાની નેમ રાખી છે. શાળામાં ઓરડાના નિર્માણ માટેના કામને પણ પ્રાથમિક્તા આપવામાં આવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશમાં કે દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકારના અનુદાનથી ગુજરાતના ગામડાઓમાં વધુ સારી જનહિતકારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપશે. વતન પ્રેમ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે.

એટલું જ નહીં, આ મીટિંગમાં આગામી ડિસેમ્બર 2022 સુધીમાં વતન પ્રેમ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેયના સહયોગથી હાથ ધરવાની નેમ વ્યક્ત કરી છે.

વતન પ્રેમ યોજનામાં વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું,સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી ટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર,એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન,એસ.ટી સ્ટેન્ડ,સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો હાથ ધરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *