દેશમાં 2 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર પણ કોરોના વેક્સિનનો ટ્રાયલ, ભારત બાયોટેકને મળી મંજૂરી

GUJARAT

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ વેક્સિનેશનનું કામ પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તેમાં બાળકો પર ઘણો જ પ્રભાવ પડી શકે છે. આ ક્રમમાં હવે એક મોટું પગલું ઊઠાવવામાં આવ્યું છે. આ ક્લિનિકલ ટ્રાયલ 525 લોકો પર કરવામાં આવશે. આ દિલ્હી AIIMS, પટના AIIMS, નાગપુરના AIIMSની હૉસ્પિટલોમાં થશે.

કમિટીની ભલામણો પ્રમાણે, ભારત બાયોટેકે ફેઝ-3નો ટ્રાયલ શરૂ કરવાથી કોરોના વેક્સિનથી જોડાયેલી એક્સપર્ટ કમિટી (SEC)એ મંગળવારના ભારત બાયોટેકની કોવેક્સિનનો 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે, જેની મંજૂરી મળી ગઈ છે.પહેલા ફેઝ-2નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવાનો રહેશે. SECએ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવેક્સિનનો ફેઝ-2, ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઇએ, જે 2થી 18 વર્ષના બાળકો પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યારે જે 2 વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને જ રસી આપવામાં આવી રહી છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન લોકોને લગાવવામાં આવી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. ભારત સરકારના જ ચીફ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતુ કે, ત્રીજી લહેરનું આવવું નિશ્ચિત છે અને આમાં બાળકો પર અસર થઈ શકે છે. નિષ્ણાતોની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કૉર્ટે પ્રશ્ન કર્યો હતો કે જો ત્રીજી લહેર આવે છે તો બાળકોનું શું થશે? તેમના પરિવારોનું શું થશે? કઈ રીતે સારવાર થશે? આ ચીજો પર અત્યારે વિચાર કરવાની જરૂરિયાત છે. ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગ હૉસ્પિટલો બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.