ડેન્ગ્યુના તાવથી અને નબળાઈથી બચવું હોય તો સેવન કરો આ ખાસ વસ્તુઓનું

helth tips

આજકાલ મચ્છરજન્ય બીમારીઓનો ખોફ વધવા લાગ્યો છે. એમાં પણ ડેન્ગ્યુ એવી બીમારી છે કે જે થયા પછી એમાંથી ઉભા થવું ખૂબ જ અઘરું પડી જાય છે. ડેન્ગ્યુથી બચવાનો મુખ્ય રસ્તો એ છે કે મચ્છરથી બની શકે એટલું બચો. મચ્છરોથી બચવા માટે તમામ શક્ય સાવચેતી રાખો અને પાણી કશે પણ ભરાવા ન દો, કારણ કે સ્થિર પાણીમાં મચ્છર ઉત્પન્ન થવાની સંભાવના વધારે છે.

ડેન્ગ્યુના તમારા શરીરને આંતરિક રીતે નુકસાન પહોંચાડે છે અને નબળું પાડે છે. જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આજે જાણીએ એવી ઘરેલુ વસ્તુઓ વિશે કે જે તમને ડેન્ગ્યુથી બચાવવામાં મદદ કરશે –

હળદરનો ઉપયોગ કોઈપણ સ્વરૂપે ખાવા-પીવામાં કરવો. સામાન્ય રીતે શાકભાજી અથવા કઠોળમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, આ સિવાય જો તમે ઈચ્છો તો તમે હળદરવાળું દૂધ પી શકો છો તેમાં હાજર એન્ટિબાયોટિક તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને તમને રોગોથી બચાવે છે.

ખોરાકમાં શક્ય તેટલું વિટામિન સી ધરાવતા ખોરાકનો ઉપયોગ કરો. વિટામિન-સી તમને સ્વસ્થ રાખે છે સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે કોઈપણ પ્રકારના સંક્રમણને ફેલાતા અટકાવે છે.

તુલસી અને મધનો ઉપયોગ કરવાથી ડેન્ગ્યુથી પણ બચી શકાય છે. આ માટે, તમે તુલસીને પાણીમાં ઉકાળીને, તેમાં મધ ઉમેરીને પી શકો છો. આ તમે ઉકાળો અથવા ચામાં તુલસીનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ રોગોને રોકવામાં મદદરૂપ થાય છે.

પપૈયાના પાંદડા ડેન્ગ્યુની સારવારમાં શ્રેષ્ઠ સારવાર તરીકે ઓળખાય છે. દિવસમાં બે વખત પપૈયાના પાનનો રસ લગભગ 2-3 ચમચી જેટલો લેવાથી ડેન્ગ્યુને રોકી શકાય છે. તેમાં પાપેન નામના પ્રોટીનથી ભરપૂર એન્ઝાઇમ હોય છે, જે લાલ રક્તકણો વધારવા ઉપરાંત પાચન શક્તિને સુધારે છે.

ડેન્ગ્યુ તાવમાં લોહીની ઉણપ અને શરીરમાં નબળાઈ દૂર કરવા માટે દાડમનું સેવન ફાયદાકારક છે. વિટામિન ઇ, સી, એ અને ફોલિક એસિડ અને તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે, લોહીની કમીને પૂરી કરવામાં મદદરૂપ છે.

મેથીના લીલા પાનનું સેવન ડેન્ગ્યુને રોકવામાં મદદરૂપ છે. આના પ્રયોગથી બધા હાનિકારક અને ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ સિવાય તે શારીરિક પીડા અને અનિદ્રાની સમસ્યામાં પણ ફાયદાકારક છે. આ સિવાય મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકાય છે.

ગળો દરેક પ્રકારના રોગમાં અમૃત સમાન છે. તેના ઉપયોગથી લાલ રક્તકણો ઉત્પન્ન થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તુલસી સાથે તેનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. ડેન્ગ્યુથી બચવા માટે દિવસમાં બે થી ત્રણ વખત ગળાનો ઉપયોગ કરવો એ એક રામબાણ ઈલાજ છે.

ડેંગ્યુ તાવના કેસમાં બકરીના દૂધનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ માટે બકરીનું કાચું દૂધ દિવસમાં બેથી ત્રણ વખત પીવાથી ફાયદો થાય છે. આ સિવાય, તે એનિમિયા દૂર કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીર અને સાંધાના દુખાવામાં ફાયદાકારક છે.

જુવારનો રસ પીવાથી લોહીમાં પ્લેટલેટનું નિર્માણ ઝડપથી થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી ડેન્ગ્યુનું જોખમ ઘટે છે.

હર્બલ ટીનો ઉપયોગ કરવાથી શરીરના હાનિકારક તત્વો બહાર આવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. દિવસમાં બે થી ત્રણ વખત હર્બલ ટીનુ સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *