દયાબેનની એન્ટ્રીથી લઈને જાણો ઝલક દિખલા જા10ના સુપરસ્ટાર્સને વિશે

BOLLYWOOD

ઝલક દિખલા જા 10માં આ સુપરસ્ટાર ભાગ લઈ શકે છે

ટેલિવિઝનનો ધમાકેદાર રિયાલિટી શૉ ઝલક દિખલા જા ફરી એક વખત નવી સિઝન 10ની સાથે આવી રહ્યો છે. ઝલક દિખલા જા માટે કન્ટેસ્ટન્ટ્સની શોધખોળ શરૂ થઇ ગઇ છે. પહેલાં એરિકા ફર્નાન્ડિસ અને અદા ખાનનું નામ સાંભળવા મળી રહ્યું હતું હવે આ ડાન્સ રિયાલિટી શૉ માટે ટીવીના એક સુપરસ્ટારનું નામ સંભળાઇ રહ્યું છે. જેણે ડાન્સ ઇન્ડિયા ડાન્સ દ્વારા પોતાની જબરદસ્ત ઓળખ ઊભી કરી છે ને ડાન્સર અને કોરિયોગ્રાફર તરીકે ખ્યાતિ મેળવી છે. એનું નામ છે રાઘવ જુયાલ. ડાન્સ પ્લસના હોસ્ટ તરીકે રાઘવ જુયાલને એપ્રોચ કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જો રાઘવનું નામ કન્ફર્મ થશે તો શૉમાં સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટંટ એ બનશે. જોકે હજુ રાઘવ જુયાલ અને મેકર્સ તરફથી કંઈ કહી શકાય એમ નથી. શું થાય છે એ તો આવનારો સમય જ કહેશે.

કપિલ શર્માની ભૂરી સુમોના ચક્રવર્તી શું લગ્ન કરવાની છે?

ધકપિલ શર્મા શૉમાં બધાને હસાવનાર એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી લગ્ન કરવાની છે એવા સમાચાર ચર્ચામાં છે. એવું કહેવાય છે કે ભૂરી સુમોના સમ્રાટ મુખર્જી સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. પોતાનાં લગ્નને લઇને ખુલાસો કરતાં સુમોનાએ કહ્યું કે, હે ભગવાન! આ સોશિયલ મીડિયાની 10 વર્ષ જૂની સ્ટોરી છે. હું આ અંગે કોઈ કોમેન્ટ કરવા નથી માંગતી. મારી પર્સનલ લાઇફ વિશે વાત કરવી મને જરાય ગમતી નથી. જો લગ્નની વાત આગળ વધશે તો બધાને એનાઉન્સમેન્ટ કરીશું. સમ્રાટ મારો મિત્ર છે. હું કોની સાથે ડેટિંગ કરી રહી છું, કોની સાથે લગ્ન કરીશ અને કોની સાથે અત્યારે રહું છું. આ મારી પર્સનલ મેટર છે. મને જ્યારે એવું લાગશે કે આ અંગે કહેવા જેવું છે, ત્યારે જરૂર કહીશ. ત્યાં સુધી અફવાને હવા ન આપવા વિનંતી કરું છું.

તારક મહેતામાં દયાબહેનને લઇને દિલીપ જોશીએ કર્યો ખુલાસો

તારક મહેતામાં થોડા સમય પહેલાં શૈલેશ લોઢા શૉ છોડશે એવા સમાચાર મળ્યા હતા. એ પછી દયાબહેનનો રોલ કરનાર દિશા વાકાણી માતા બન્યા બાદ ફરી શૉમાં પરત ફરવાના સમાચાર મળ્યા હતા. દિશા વાકાણી તારક મહેતામાં ફરી જોડાશે એ સમાચારે વેગ પકડ્યો હતો. હવે એ શૉમાં આવશે કે કેમ એ અંગે દિલીપ જોશીએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, દિશા વાકાણી બીજી વખત માતા બની છે એણે દીકરાને જન્મ આપ્યો છે એ બહુ સારા સમાચાર છે. એ મારી કો-સ્ટાર રહી ચૂકી છે. વ્યૂઅર્સ હંમેશાં તેમને જોવાનું પસંદ કરે છે. દિશાએ શૉમાંથી બ્રેક લીધાને પાંચ વર્ષ થઇ ચૂક્યાં છે. એ પરત આવશે કે કેમ એ તો ફક્ત પ્રોડક્શન હાઉસ જાણે છે, હું એમાં પડવા માંગતો નથી. વ્યૂઅર્સે દિશાના ગયા પછી પણ શૉને પ્રેમ અને એટેન્શન આપ્યું છે, એને જોઇને અમે બધા ખુશ છીએ.

ઝાંસીની રાણી બનેલી બાળકી આજે ટીવી ક્વીન બની ગઈ છે

અશનૂર કૌર ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. અશનૂરે બહુ ઓછા સમયમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. અશનૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે સ્ટાઇલિશ તસવીર શૅર કરતી જોવા મળે છે. તે આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તે ટીવીથી લઇને વેબ સીરિઝમાં ધૂમ મચાવી રહી છે. તે આશરે પાંચ વર્ષની નાની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે. તે સૌથી પહેલાં 200૭ની સીરિયલ ઝાંસીની રાણીમાં જોવા મળી હતી. એ પછી અનેક ટીવી સીરિયલ અને વેબ સીરિઝમાં કામ કરી ચૂકી છે. નાનપણમાં ક્યૂટ દેખાતી અશનૂર મોટી થઇને પણ ગ્લેમરસ લાગી રહી છે. તેણે પોતાનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. એના પર લોકો પ્રેમ લૂંટાવી રહ્યા છે અને પ્યારી સી પરી જેવી કોમેન્ટ કરી રહ્યાં છે.

બીગ બોસની અભિનેત્રીને આયો ગુસ્સો

પોતાના પહેરવેશને કારણે હંમેશાં ચર્ચામાં રહેનારી ઉર્ફી જાવેદે સિંગર અને બિગ બોસ-14ના કન્ટેસ્ટન્ટ રાહુલ વૈદ્યને ટાર્ગેટ બનાવ્યો છે. ઉર્ફી જાવેદે રાહુલ વૈદ્યને તેના લેટેસ્ટ ગીત નોટી બાલમ માટે સેક્સીએસ્ટ હિપ્પોક્રેટ કહ્યું છે. વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલાં ઉર્ફી જાવેદે પોતાનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે બોટમમાં ફક્ત ટ્રાન્સપરન્ટ ચૂંદડી બાંધી હતી. આ વીડિયોને લઇને ઉર્ફીની ટીકા થઇ હતી. એ વખતે રાહુલ વૈદ્યે તેનું નામ લખ્યા વગર ટીકા કરતાં લખ્યું હતું કે લોકો ફેશન અને ટ્રેન્ડના નામે ન્યૂડ તસવીરો શૅર કરી રહ્યાં છે. તેનો જવાબ આપતી હોય એમ નોટી બાલમ ગીતમાં રાહુલ નાયરા બેનર્જી સાથે રોમાન્સ કરતો જોવા મળે છે તેથી તેના આ ગીતના ટીઝરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઉર્ફીએ લખ્યું કે, પોતાના ફાયદા માટે એક મહિલાની બોડીને સેક્સ્યુઅલાઇઝ કરી રહ્યાં છે.

હેલી શાહ અને હિના ખાને બોલિવૂડનો ભાંડો ફોડ્યો

ટેલિવિઝનની પ્રખ્યાત એક્ટ્રેસ હિના ખાન અને હેલી શાહે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ધૂમ મચાવી દીધી હતી. આ બંને સુંદરીઓએ ફક્ત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નહીં પરંતુ દેશમાં પણ નામ રોશન કર્યું. જોકે ત્યાં તેમને બોલિવૂડના ખરાબ અનુભવનો ભોગ બનવું પડ્યું. બંને સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું. હિના ખાનને ઇન્ડિયન પેવેલિયનમાં એન્ટ્રી ન મળી જ્યારે હેલી શાહના ડિઝાઇનરે છેલ્લી ઘડીએ તેનો સાથ છોડી દીધો. આ વાતની જાણ તેમણે મીડિયાને કરી. તેમની આ વાતનું રિએક્શન એક્ટર અમર ઉપાધ્યાયે આપ્યું અને કહ્યું, બોલિવૂડમાં ભેદભાવ જેવી કોઇ વસ્તુ નથી. બધાનો પોતપોતાનો અલગ દૃષ્ટિકોણ છે. મારો દૃષ્ટિકોણ મારા અનુભવો પર આધારિત છે. મેં અનેક ફિલ્મો કરવાની ના પડી છે, પરંતુ ભુલ ભુલૈયા સૌથી બેસ્ટ રહી છે. હું ઓરિજિનલ ફિલ્મોનો ફૅન છું. 14 વર્ષ બાદ પણ એ ફિલ્મ લોકોની યાદમાં તાજી છે.

Leave a Reply

Your email address will not be published.