દારૂના વ્યસને પરિવાર વિખેર્યો, પરિણીતાએ ભર્યું ખોફનાખ પગલું

GUJARAT

દારૂનું વ્યસન ઘણાખરા પરિવારને બરબાદ કરી નાખે છે. આવું જ કંઈક અમદાવાદ શહેરના કુશવાહ પરિવાર સાથે પણ બન્યું છે. જેમાં પતિ દારૂ પીને આવ્યો હોવાની વાતને લઈને પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું છે. જેને લઈને શહેરકોટડા પોલીસે 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી છે.

પરિવારજનોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી

મૂળ ઉત્તરપ્રદેશની દામિનીના લગ્ન 3 વર્ષ પહેલાં કુલદીપ કુશવાહ સાથે થયા હતા. લગ્ન સમયે કુલદીપ અને તેના પરિવારજનોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે દામિનીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે સાસરિયાની માંગ પુરી કરી શક્યા ન હતા. અને 4 લાખ રૂપિયા દહેજ આપ્યું હતું. આ વાતને લઈને અવારનવાર પરિવારજનો દામિનીને મેણા ટોણા મારતા હતા. જેની જાણ દામીનીએ તેના પિયરીયાને કરી હતી. જો કે થોડા સમય પહેલા જ કુલદીપ દારૂ પીને ઘરે આવ્યો હતો. અને દામિની ઝગડો કર્યો હતો. જેને કારણે દામિનીને લાગી આવતા પરિવારજનો સાથે વાતચીત કરીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

એક સંતાનની પરવા કર્યા વિના ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

દામિની તેના પરિવારમાં એકમાત્ર દીકરી હતી. જેને કારણે તેના પરિવારજનોને દામિની પ્રત્યે ખૂબ લગાવ હતો. દીકરી સાસરીમાં હેરાન ન થાય તે માટે પરિવારે ઉછીના 4 લાખ લઈને સાસરિયાને આપ્યા હતા. જો કે તેમ છતાં દહેજના ભૂખ્યા આરોપીઓની ભૂખ સંતોષાઈ ન હતી. જેને કારણે અવારનવાર દામિનીને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. આ તમામ વાતોથી કંટાળીને દામીનીએ તેના ઘરમાં જ એક સંતાનની પરવા કર્યા વિના ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ તેના પતિને થતા દામિનીના માતા-પિતાને જાણ કરી હતી. યુપીમાં રહેતા પરિવારજનોને આ સમાચાર મળતા જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

શહેરકોટડા પોલીસે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો

જેને કારણે દીકરીના મોત પાછળ જે જવાબદાર હોય તેમને સજા મળે તે ઉદ્દેશથી શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષપ્રેરણાની ફરિયાદ નોંધી પતિ કુલદીપ અને સસરાની ધરપકડ કરી છે. શહેરકોટડા પોલીસે કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં ઝડપાયેલા બંને આરોપીઓના નિવેદન નોંધીને વધુ 4 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *