દારૂના નશામાં હોટેલીયરની બાથરૂમમાં લીધેલી બિભત્સ સેલ્ફી થઈ ગ્રૂપમાં અપલોડ…

nation

કહેવાય છે કે, શરાબનો નશો ગમે તેવા હોશમાં રહેતા લોકોને પણ મદહોશ બનાવી નાખે છે. નશાના આલમમાં બહેકી જનાર ક્યારેક મદહોશીમાં ગરકાવ થઈને તાનમાં આવી જઈ તીસ્મારખાં બની એવા કારનામા કરી નાખે છે કે, પછી શરમના માર્યા કોઈને મોં બતાવવા પણ લાયક નથી રહેતા અને બદનામીના ડરથી ભાગી જવાની પણ નોબત આવી પડે છે. કંઈક આવો જ કીસ્સો જોધપુર માં બન્યો છે. જેમા શરાબના નશામાં ચકચુર થઈ એક પ્રતિષ્ઠીત(જોકે, હવે એ ચાલી ગઈ) હોટેલના માલિકના દિગંબરી અવસ્થાના બિભત્સ ફોટા વ્હોટસએપ ગ્રુપમાં મુકાયા બાદ વાયરલ થયા છે.

અતિ વિશ્વસનિય સુત્રોમાંથી મળતી વિગતો, વિકસીત વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત હોટેલનો રંગીન મિઝાજી માલીક કે, જે શોખીન વૃતિ માટે પણ વર્તુળોમાં પ્રખ્યાત છે. પરમ દિવસે તેની બિભત્સ સેલ્ફી તે જે વ્હોટસએપ ગ્રુપમાં છે, તેમાં સંપુર્ણ દિગંબરી અવસ્થામાં વિવિધ એંગલથી કરેલી ક્લીક તેણે શરાબના નશામાં ચકચુર થઈ મુકી હતી. બસ પછી તો થઈ રહ્યું. કહેવાતા અદેખા લોકો તેમના આ સાહસને બીરદાવી શક્યા નહીં અને ખળ ખળ વહેતા ઝરણાની જેમ સેલ્ફી બહાદુરની સેલ્ફી વહેવા લાગી. ઘણાં વાંક દેખાઓ આ સહન કરી ના શક્યા અને વહેતું ઝરણું આખા શહેરમાં ફરી વળ્યું. વિવિધ મુદ્રાઓ અને અંગભંગિમા વાળી સેલ્ફીએ શહેરમાં ચકચાર મચાવી દીધી અને પલભરમાં સજ્જનતાનો નકાબ ઉતરી ગયો હતો. જેના માથે એક પણ કાળો વાળ નથી અને જે કઈ બચ્યા છે તેવા સફેદ વાળની શરમ તો સાચવવી પડે એટલે બેશરમી છુપાવવાં ઘરે તાળા લટકાવી મુંબઈ રવાના થઈ ગયા હોવાની ચર્ચા છે.

બીજીતરફ, આગની જ્વાળાઓ કરતા વધુ ઝડપે વાયરલ થયેલી સેલ્ફી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. જે ગ્રુપમાં સેલ્ફી અપલોડ થઈ તે ૨૪૪ સભ્યોનું ગ્રુપ છે. હવે બધા હમ દર્દ થોડા હોય? બાકી હતું તે તેમણે પુરુ કર્યુ. હાલ તો રોમેન્ટિક ઓલ્ડ મેન બધુ થાળે પડવાની રાહમાં છે. પણ જે થવાનું હતું તે થઈ ગયું અમથું કહેવાયું છે કે, ‘નશો આખરે તમારી અસલી ઓકાત બતાવે જ છે.’

પોલીસ પણ આંટો લગાવી ગઈ ?
સેલ્ફી બહાદુરના કારનામાની વાત પંથકમાં આગની જેમ ફેલાઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે, પોલીસને જાણ તો થાય જ સોશ્યલ મિડિયા પર દિગમ્બરી અવસ્થામાં લીધેલી સેલ્ફી અપલોડ કરવી કાનુની ગુનો બને છે. સુત્રોનું માનીએ તો, પોલીસ પરમ દિવસે રાત્રીના જ ત્યાં આટો લગાવી ગઈ હતી. ત્યાં શું થયું એ કોઈને ખબર નથી. એટલું ચોક્કસ છે કે કઈંક રંધાયું છે જરૃર. જોઈએ હવે પોલીસ શું કરે છે?

હોટેલમાં શરાબ-સુંદરીની મહેફિલ હતી?
સુત્રોનું માનીએ તો પરમ દિવસે સેલ્ફી બહાદુરની હોટેલમાં જ શરાબ-સુંદરીની મહેફિલનું આયોજન થયું હતું. શરાબના નશામાં ભાન ભુલેલા બાપા એ બાથરૃમમાં જ વિવિધ એંગલથી સેલ્ફી લીધી હતી. એકાદ ફોટો તો કોઈ એ પાડયો હોય તેવો પણ છે, એકંદરે શરાબ-સુંદરીના બેવડા નશામાં કદાચ ભાન ભુલી ગયા હોઈ અને અનેક રાજકીય પદાધિકારીઓ જેમા સભ્ય છે તે ગ્રુપમાં અપલોડ કરી દીધી અથવા તો તેની સાથે રહેલી કોઈએ ફિલ્મ ઉતારી નાખી હોવાનું પણ ચર્ચાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *